દહેગામ
દહેગામ નગરપાલિકા સ્ટાફ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લી.ની 55 મી વાર્ષિક સામાન્ય સભા આજ રોજ સાંજના 6.30 કલાકે નગરપાલિકા કચેરી ના કોનફ્રન્સ હોલમાં અશોક રાઠોડ ચેરમેનશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રી અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને મળેલ.
(૧) ગત વર્ષની સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વંચાણે લીધી જેને સર્વાનુમતે મતે મંજુર કરવામાં આવી. (૨)વ્યવસ્થાપક કમિટીની કાર્યવાહી નોંધ વંચાણે લીધી જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવી
(૩)હિસાબો માટે સોફ્ટવેર ખરીદવા માટે ચર્ચા કરવામાં આવી જે અંગે ચેરમેનશ્રીને ખરીદી કરવા માટે તમામ સતા આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
(૪)સભાસદશ્રીઓને એક ટકાના વ્યાજ દરથી રૂપિયા 2.00 લાખ અને આકસ્મિક રૂ.10.00 હજાર સુધી ધિરાણ આપવામાં આવે છે જેમાં વધારો કરવા માટેની દરખાસ્ત સેક્રેટરીશ્રી દ્વારા રજૂ કરવામાં આવી જેમાં 3.00 લાખ રૂપિયા સુધી અને આકસ્મિક રૂ.20.00 સુધી ધિરાણ કરવા માટે ચર્ચા કરવામાં આવી જે અંગે જરૂરી કાર્યવાહી કરી 3.00 લાખ અને આકસ્મિક રૂ.20.00 સુધી ધિરાણની રકમમાં વધારો કરવા માટે ચેરમેનશ્રીને સતા આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. (૫)વર્ષ ૨૦૨૦-૨૧ માટેના અંદાજપત્ર અંગે ચર્ચાઓ કરવામાં આવી જે અંગે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું. (૬)પ્રમુખ સ્થાનેથી હિસાબો માટે નવીન કોમ્પ્યુટર ખરીદવા માટે ચર્ચાઓ કરવામાં આવી જે અંગે ચેરમેનશ્રીને તમામ સતા આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
વાર્ષિક સામાન્ય સભામાં વાઇસ ચેરમેનશ્રી મનુસિંહ ચૌહાણ,સેક્રેટરીશ્રી જ્યંત શાહ,ઇન્ટરનલ ઓડીટરશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ રોહિત શાહ, દિપક પટેલ,જીગ્નેશ અમીન તેમજ અન્ય સભાસદશ્રી ઓ હાજર રહ્યા હતા.
સભાસદશ્રી હિમાંશુભાઈ ત્રિવેદી દ્વારા સોસાયટીના પારદર્શક વહીવટ અંગે ચેરમેનશ્રી અશોકભાઈની ભારોભાર પ્રશન્સા કરવામાં આવી અને અગાઉના વર્ષો દરમ્યાન સભાસદશ્રીઓને મળતા ડિવિડન્ડમાં પણ અશોકભાઈ ચેરમેન બન્યા પછી દર વર્ષે મળતા ડિવિડન્ડમાં ઉત્તરોતર વધારો થયો છે સભાસદના વાર્ષિક રૂ.18 હજારની બચત સામે 10 થી 12 હજાર રૂપિયા દર વર્ષે ડિવિડન્ડ મળે છે અને સુંદર મજાની ગિફ્ટ પણ દરેક સભાસદશ્રીઓને અગાઉના વર્ષો દરમ્યાનમાં ક્યારેય પણ મળતી નહોતી જે અંગે પણ ચેરમેનશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જેને તમામ સભાસદશ્રીઓએ તાળીઓથી વધાવી લેવામાં આવ્યો.
પૂર્વ ચેરમેનશ્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રી નરેશભાઈ ભહ્મભટ દ્વારા પણ ચેરમેનશ્રી અશોકભાઈના સમયગાળા દરમિયાનના પારદર્શક વહીવટ અંગે પણ પ્રસન્સા કરવામાં આવી અને અશોકભાઈ ચેરમેનશ્રી તરીકે આજીવન રહે તેવી તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી. તમામ સભાસદશ્રીઓને ચેરમેનશ્રીના હસ્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવી અને સભાસદશ્રીઓએ ખુશી વ્યક્ત કરવામાં આવી.
અશોકભાઈ રાઠોડના પારદર્શક વહીવટ અંગેની પ્રસન્સા કરતા ચેરમેનશ્રીએ તમામ સભાસદશ્રીઓનો આભાર માન્યો હતો.