गुजरात

અમદાવાદનાં પોપ્યુલર બિલ્ડર્સની પુત્રવધૂએ પતિ અને સાસરિયા સામે કરી માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ

અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર સેટેલાઇટમાં પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલની પુત્રવધૂએ પતિ અને સાસરિયા સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નોંધનીય છે કે, પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ બહુચર્ચીત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના સાક્ષી અને શહેરનાં જાણીતા બિલ્ડર છે. આ ફરિયાદમાં પુત્રવધૂએ તેના પિતા પર પણ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, રમણ પટેલના પુત્ર મોનાંગ અને પત્ની ફીઝુની દીકરીનો 3 ઓગસ્ટના રોજ જન્મદિવસ હોવાથી સગા- સંબંધીઓ અને ફીઝુના માતા જાનકી પટેલ અને પિતા મુકેશ પટોલને પણ બર્થ-ડે પાર્ટીમાં નિમંત્રણ અપાયું હતું. રાત્રીના સાડા અગિયારે પાર્ટી પુરી થયા પછી ફીઝુ તેની માતા સાથે બેઠી હતી. તે દરમિયાન સાસુ મયુરિકા બહેને ફીઝુ અને તેની માતાને મહેણાં મારતા કહ્યું હતું કે, તમે અમારા પૈસા જોઇને તમારી દીકરીને અહીં પરણાવી છે. આ અંગે બંન્ને પક્ષે ઘણી બોલાચાલી થઇ હતી. જે બાદ પતિ મૌનાંગ પટેલ પણ ત્યાં આવીને પત્ની ફિઝુ અને સાસુ જાનકીબહેનને માર માર્યો હતો. ફરિયાદમાં એ પણ જણાવાયુ છે કે, આ આખા ઝઘડામાં ફિઝુનાં પિતા મુકેશ પટેલ પણ સાસરિયાઓને ઉશ્કેરી રહ્યા હતા. આ ઘટનામાં ફિઝુને ઘણી ઇજા થઇ હતી અને ફ્રેક્ચર પણ થયુ હતું.

સસરા દારૂ પીને બદઇરાદે અડકતા હતા

આ ઉપરાંત ફિઝુએ પોતાના સસરા પર પણ ગંભીર આરોપ મુકતા જણાવ્યુ છે કે, સાસરા ચિક્કાર દારૂ પીને તેને બદઇરાદે અડકતા હતા. તેની ફરિયાદ તેણે પતિ અને સાસુને કરી હતી તો તેમણે તેને ધમકાવી હતી.

Related Articles

Back to top button