गुजरात

આમોદ કોરોના કહેર અને બીજી બાજુ કરેણા ગામમાં વચ્ચે વરસાદી પાણીની પરેશાની, ગ્રામજનોને દોહરી માર.

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

એક તરફ કોવીડ19 ની મહામારી ચાલી રહી છે. જેનાથી સૌકોઈ પહેલેથી જ પરેશાની ભોગવી રહ્યા છે. ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. જેથી ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની ગઈ છે. ત્યાં હવે વરસાદે રોદ્ર સ્વરૂપ લઇ લેતા નવી મુશ્કેલી નું સર્જન થયું છે. છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક ઠેકાણે પાણી જ પાણીના દૃશ્યો સર્જાયા છે. આમોદ તાલુકામાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જે લોકો માટે હવે મુસીબતનું સબબ બન્યો છે. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી ભીખા ભાઈ નું કહેવું છે કે આમોદ તાલુકાના કરેણા ગામમાં ઘોડાપૂર આવ્યું છે. આખા ગામમાં ઘૂંટણ સમાં પાણી ભરાય ગયા છે.તણાવ પણ ફાટુ ફાટુ થઈ રહ્યું છે, ખાડીનું પાણી ગામમાં પ્રવેશતા નવી વસાહત, સરકારી વસાહત તેમજ રાઠોડ વાસ જળમગ્ન થઈ ગયા છે. જેને લીધે પશુપાલકો તેમજ ખેડૂતોની હાલત દયનીય બની છે. ઊભો પાક નષ્ટ થવાની ભીતી છે તો ઢોરઢાંખર ક્યાં બાંધવા તેવો પ્રશ્ન પણ ઉદભવ્યો છે. હાલ તો ગરીબવર્ગ કોરોના ને લઈને લોકડાઉન અને હવે જળ પ્રકોપ ને કારણે કુદરતની બેવડી માર સહન કરી રહ્યો છે.

Related Articles

Back to top button