गुजरात

અમદાવાદઃ નારણપુરામાં અકસ્માતની વણઝાર, રોંગ સાઇડમાં કારચાલકે અનેકને અડફેટે લીધા, જાનહાનિ ટળી | Speeding Car on Wrong Side Hits Multiple Vehicles in Naranpura CCTV Footage Surfaces



Ahmedabad Road Accident: અમદાવાદના નારણપુરામાં પૂરપાટ ઝડપે રોંગ સાઇડમાં આવી રહેલા કાર ચાલકે એકટીવા ચાલક અને અન્ય વાહનોને ટક્કર મારી હતી. આ દરમિયાન એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. આ અકસ્માતના ફૂટેજ પણ સામે આવ્યા છે.ટ્રાફિક પોલીસ આ અંગે તપાસ શરુ કરી છે. 

નારણપુરાના ભાવિન ચાર રસ્તા ખાતે ગઈકાલે સાંજના સમયે પૂર ઝડપે એક કાર રોંગ સાઇડમાં આવી રહી હતી. કાર ચાલકે ચાર રસ્તા પાસે પહોંચતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ચાર રસ્તા પર એક્ટિવા, રીક્ષા અને અન્ય કારને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા એક્ટિવા ચાલક નીચે પછડાયો હતો, જ્યારે રિક્ષાને ટક્કર વાગતા રીક્ષાની દિશા પણ બદલાઈ ગઈ હતી. 

સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પૂર ઝડપે આવી રહેલ કાર ચાલક દેખાઈ રહ્યો છે. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ નથી. અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.



Source link

Related Articles

Back to top button