પોરબંદર જીલ્લા ના રાણાવાવ બરડા ડુંગરની ટેકરી પર આવેલ બીલનાથ મંદિર વર્ષો થી શ્રદ્ધા ,આસ્થા અને વિશ્વાસ ના કેન્દ્ર સમાન
Anil Makwana
પોરબંદર
રીપોટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
રાણાવાવ ના બરડા ડુંગરની મુંડ્યા ટેકરી પર આવેલું બીલનાથ મહાદેવનું મંદિર વર્ષો થી શ્રદ્ધા ,આસ્થા અને વિશ્વાસ ના કેન્દ્ર સમાન આ મંદિરમાં આવે છે શ્રાવણ માસમાં બીલનાથ. મહાદેવ દર્શને ભાવિકોની ભીડ ઉમટી પડે છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આગવું વ્યક્તિત્વ ધરાવનાર,અને હર હમેશ સેવા કાર્ય મા મોખરે રહેનાર સામત ગોગાન ઓડેદરા એ આ મંદિર બંધાવેલ છે
જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવવા છતાં બીલનાથ મહાદેવ ની ભક્તિ આવે એમને ફળી છે અને દર વર્ષે શ્રાવણ માસ દરમિયાંન અહીં મેળા જેવો માહોલ હોય છે અને કોય પણ જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વગર લોકો બીલનાથ મહાદેવ ના દર્શન કરે છે અને પ્રસાદ નો લહાવો લે છે આ મુંડ્યા ટેકરી પર આવેલા મંદિર માં સ્વયંભૂ પથ્થર રૂપે નંદી મહારાજ બિરાજ માન છે ઘણું ઊંડાણમાં ખોદવા છતાં આ પથ્થરની કોઈ હદ આવી ન હતી અને ત્યાર બાદ આ આસ્થા ,વિશ્વાસ,અને શ્રદ્ધા ના અડીખમ નંદી અહીં બિરાજમાન છે.અને શિવલિંગ પણ અહીં છે આવનાર ભાવિક ભક્તો પણ જણાવ્યું હતી કે માનસિક અશાંતિ નો જ્યારે મન પર ભાર આવે છે ત્યારે અહીં બીલનાથ મહાદેવ ના સાનિધ્ય મા મન ને અલૌકિક શાંતિ મળે છે હાલના કોરોનાની મહામારીના સમય મા અહીં સરકારના નિયમો પરને દર્શનાર્થે ભક્તો આવે છે.આગવું વ્યક્તિત્વ અને સરળ સ્વભાવ થી જાણીતા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગાન ઓડેદરા કોરોનાની મહામારી મા પણ હજારો લોકોને મદદ રૂપ બન્યા છે.જેમને પહેલા પણ નેરાણા ગામે 1100 સમૂહ લગ્ન કરાવી પોતે સેવાકાર્યની એક અલગ ઓળખ ઉભી કરી છે. બરડા પર્વતમાળામાં સ્થિત છે, જેમાં વિવિધ પ્રવાસન આકર્ષણો જેવા કે શિવ મંદિર, પાણી તળાવ, કિલ્લો, કુદરતી પાણીનો ઘટાડો, જંગલોનો વિસ્તાર છે. મુખ્યત્વે આ સ્થળ શ્રાવણ મહિના દરમિયાન પ્રવાસી માટે ખુલ્લું છે અને આ સ્થળની મુલાકાત લેવાનો એકમાત્ર શ્રેષ્ઠ સમય છે. આ મંદિર પરિસરમાં હિલસ્ટેશન જેવો નઝારો જોવા મળે છે અહીંથી જોતા સનસેટ પણ જોવા મળે છે ..ટેકરી પરના નયન રમ્ય દ્રશ્યો અને કુદરતના ખોળે રમતી હરિયાળી અને ટેકરીની બાજુમાં આવેલ તળાવ બીલનાથ મહાદેવ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠે છે …હજુ સરકાર જો આ મંદિર પર વધારે ધ્યાન આપે તો ટુરિસ્ટોને આ મંદિર નો લાભ મળી શકે તેમ છે .