गुजरात

આમોદ ની પ્રજા સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર ના પાપે મજબૂર અને બેબસ

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

ભરૂચ જિલ્લાના આમોદમાં વારંવાર ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો બન્યા છે પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ ના પાપે ગરીબો સાથે તથા અન્યાય સામે ગરીબ જનતા મજબૂર. તારીખ 16 june 2020 ના રોજ આમોદ શુહદમ એચપી પેટ્રોલ પંપ ઉપર મામલતદાર સાહેબ ની હાજરીમાં પેટ્રોલ ઓછું આપવાનો બનાવ બન્યો હતો.

ત્યારબાદ તારીખ 19 june 2020 ના રોજ આમોદ સરકારી અનાજની દુકાન ઉપર અનાજ ઓછું આપવાનો બનાવ બન્યો હતો તે દરમિયાન પણ આમોદ તાલુકા પત્રકાર સંગઠન દ્વારા આમોદ પુરવઠા મામલતદારને સરકારી અનાજની ગોડામ ઉપર રૂબરૂ બોલાવી તપાસ હાથ ધરી હતી અને પુરવઠા મામલતદાર કિંજલબેન એ જાતે તપાસ કરી હતી તો તે દરમિયાન અનાજ કાર્ડમાં લખેલું હોઈ એના કરતાં ઓછું આપવામાં આવે છે તે સાબિત થયું હતું. ભરૂચ જિલ્લાના આમોદ માં અવારનવાર ગ્રાહકો સાથે છેતરપિંડી ના બનાવ બનતા રહ્યા છે પહેલા આમોદ શુહદમ પેટ્રોલ પંપ ઉપર પૈસા કરતા ઓછું પેટ્રોલ આપવાનો બનાવ બન્યો હતો જે દરમિયાન આમોદ પુરવઠા મામલતદાર તેમજ આમોદ મામલતદાર સાહેબે પેટ્રોલ પંપ ઉપર રુબરુ મુલાકાત લઇ પેટ્રોલ ઓછું આવે છે એ વાતની ચકાસણી પોતે મામલતદાર સાહેબે કરી હતી તેમ છતાં આજ દિન સુધી પેટ્રોલ પંપની નથી સીલ કરવામાં આવ્યો કે નથી પેટ્રોલ પંપ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ આમોદ કોકિલાબેન ની સરકારી અનાજની ગોડામ ઉપર ખુલ્લેઆમ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું હતું ત્યારે આમોદ તાલુકા પત્રકાર સંગઠન સરકારી અનાજની ગોડામ ઉપર દોડી જઇ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓની મિલીભગતના કારણે આવા ગ્રાહકોનું શોષણ કરતા ભ્રષ્ટાચાર ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે ભ્રષ્ટાચારી અધિકારીઓ પોતેજ આવા ભ્રષ્ટાચારમાં સપડાયેલા હોય છે જેના કારણે ગરીબ જનતાની સાથે ખુલ્લેઆમ શોષણ થઈ રહ્યું છે.જ્યારે આમોદ પુરવઠા મામલતદાર તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા ભરૂચ જિલ્લા પુરવઠા ભાગમાં ઓનલાઈન અરજી કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી ભ્રષ્ટાચારી પેટ્રોલ પંપ અને ત્યારબાદ ભ્રષ્ટાચારી સરકાર સરકારી અનાજની ગોડામ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તો શું આમોદ તાલુકા પુરવઠા અધિકારીઓ ની સાથે સાથે જિલ્લા પુરવઠા અધિકારીઓ પણ આવા ભ્રષ્ટાચાર સાથે અને આવા ભ્રષ્ટાચારીઓ સાથે સપડાયેલા છે કે શું જેથી આમ ગરીબ જનતાની સાથે આટલો મોટો ખુલ્લેઆમ અન્યાય થઇ રહ્યો છે તેમ છતાં કેમ આવા ભ્રષ્ટાચારીઓ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. સોશિયલ મીડિયા ઉપર લોકો ખુલ્લેઆમ કોમેન્ટ કરી રહ્યા છે મામલતદાર સાહેબ અમારું શું ઉખાડી લેવાના છે તો શું આમોદ પુરવઠા મામલતદાર આવા ભ્રષ્ટાચારીઓ સાથે સપડાયેલા છે તેવી લોકમુખે ચર્ચાઓ ઉઠવા પામી છે. હવે જોવાનું રહ્યું કે આમોદ તાલુકા પુરવઠા અધિકારી ઓ તથા ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીઓ આવા ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવી આમોદ શુહદમ એચપી પેટ્રોલ પંપ અને આમોદ માં કોકિલાબેન ની સરકારી અનાજની દુકાન ને સીલ કરી કાયદેસર ની કાર્યવાહી કરશે કે પછી તેરે સાથ મેં ભી મિલા હું જેવી પરિસ્થિતિ થશે…

Related Articles

Back to top button