વાંસદા તાલુકામાં સર્વત્ર વરસાદ નદીઓના નીર છલકાયા
કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં ખુશીની લહેર
વાંસદા
રીપોટર – બ્રિજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા પંથકમાં ઘણા સમયથી વરસાદ હાથ તાળી આપી રહ્યો હતો ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એવામાં મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વાંસદા પંથકમાં અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ પરજ નિર્ભર રહેવું પડતું હોય છે અહીં અંતરિયાળ વિસ્તરોમાં પથ્થર વાળી જમીનને કારણે પાણીના સ્ત્રોત ખુબજ ઓછા હોવાથી કૂવામાં કે બોરમાં નહિવત પાણી મળી રહેતું હોય છે જેના કારણે અહીંના ઘણા વિસ્તારોમાં ખેતી માટે પાણી પૂરતું મળતું ન હોય અને ઉનાળાની સીઝનમાં પાણીના સ્તર નીચા જવાના કારણે ખેતી માટે તો પાણી મળતુ ન હોય પરંતુ પીવાનું પણ પાણી મળતું નથી એની આદિવાસી વિસ્તાર હોય આદિવાસીઓ ઉનાળા બાદ ચોમાસામાં મુખ્યત્વે ડાંગરની ખેતી કરતા હોય છે જે ચોમાસામાં વરસાદ પર નિર્ભર રહે છે આ વર્ષે વાંસદા તાલુકામાં ઓગસ્ટ માસ સુધીમાં નહિવત વરસાદ પડતાં વાંસદા તાલુકાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું જે બાદ ઓગસ્ટમાં અડધા માસે મેઘ મહેર થતા વાંસદા પંથકમાં સર્વત્ર વરસાદ વરસતા વાંસદા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી સર્વત્ર વરસાદના કારણે વાંસદા તાલુકાની નદીઓમાં નવાનીર આવતા નદીઓ બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી