गुजरात

ગાંધીનગર : સાંસદ બનતા જ બીજેપીના નેતાને હવે દિલ્હીમાં વૈભવી બંગલાના અભરખા જાગ્યા

ગાંધીનગર : સામાન્ય માનસ જયારે નેતા બને એટલે તુરંત જ તેને એશો આરામ જોઈએ અને તેના માટે ભલામણ પણ કરાવતા હોય છે. તે પ્રમાણે ગુજરાત બીજેપી ના એક નવ નિયુક્ત સાંસદ ને હવે દિલ્હી માં બંગલામાં રહેવાના અભરખા જગ્યા છે. તેઓએ આ માટે પ્રયાસ પણ તેજ કરી દીધા હોવાની ચર્ચા ભાજપ માં જાગી છે. સામાન્ય માણસને જયારે નેતા બનવાનો મોકો મળે એટલે તુરંત જ તેમને ઝાકમઝોળ જિંદગી જીવવાની ઈચ્છા થતી હોય છે. આવા જ ગુમાનમાં ભાજપના એક નેતા રાચી રહ્યા છે.

આ સાંસદને જીવનમાં પ્રથમ વખત નેતા બનવાનો મોકો મળ્યો એટલે પોતાની વગનો ઉપયોગ કરીને હવે દિલ્હીમાં બંગલાની માંગણી કરી અને પોતાની નજીકના નેતા પાસે દિલ્હીમાં ભલામણ પણ કરાવી છે. થોડા સમય અગાઉ જ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ તેમાં સાંસદ તરીકે આ નેતા ચૂંટાઇ આવ્યા છે. તેમણે દિલ્હી ખાતે સાંસદ તરીકે શપથ પણ લઇ લીધા છે. જેવા શપથ લીધા એટલે એ સામાન્ય માણસમાંથી નેતા બની ગયા છે. હવે તેમને જાણે કે એશો આરામ કરવાનું “અભય” વચન મળ્યું હોય એ રીતે તેમણે દિલ્હીમાં બંગલામાં રહેવા માટે પ્રયત્ન તેજ કરી દીધા છે. જોકે, તેમની દાળ ગળી ન હતી.

આ માટે તેઓ સૌરાષ્ટ્રના કદાવર નેતા અને કી પોસ્ટ પર રહેલા નેતા પાસે પોતાનાભાઈ સાથે પહોંચી ગયા હતા. આ ઉપરાંત દિલ્હીમાં બંગલો મળે તેના માટે પ્રયાસ કર્યો હતો. આ નેતા અને તેમના ભાઈ સૌરાષ્ટ્રના કદાવર નેતાની એકદમ નજીક છે અને તેમના લગભગ તમામ અંગત નિર્ણયમાં સાથે હોય છે. સૌરાષ્ટ્રના એ કદાવર નેતાએ ગુજરાતના ચૂંટણી સમયે તેમના “પ્રકાવ”ના કારણે ચૂંટણી સરળ કરી દીધી હતી. આ ઉપરાંત તેમને બંગલો મળે તે માટે ‘ઉપર’ ભલામણ માટેનો ફોન પણ કર્યો હતો.

Related Articles

Back to top button