જંબુસર
રીપોર્ટર – ફારૂક સૈયદ કાવી
જંબુસર તાલુકાનાં કાવી ગામમાં વીજ પુરવઠા થી લોકો ને ધણી મુશ્કેલીઓ વેઠવી પડે છે
જેના કારણે લાઇટ વગર લોકો હેરાન પરેશાન છે ને કામ ધંધા વગર ના બેઠા છે. સાત સાત દિવસે લાઇટ નો કાપ મુકી ને મેન્ટેનન્સ કરે છે તે છતાં પર શોભના ગાંઠીયા જેવુ મેન્ટેનન્સ કરે છે. કે પછી વીજ પુરવઠો બંધ કરી બીજી જગ્યા એ વિજ પુરવઠો વેચી દે છે કે શું.?
કાવી ગામમાં ચાર હેલ્પરો હોય છે છતાં કંઇ પણ કામના નથી છીદ્રા ફીડર માં નોકરી ની ફરજ હોય છે.તેની આજુ બાજુ બધાં ગામમાં તેમજ કાવી માં હેલ્પરો ની નોકરી હોય છે. પણ હેલ્પરો કાવીમાં રેહતા જ નથી. ને જંબુસર કામ કરવાં જતાં રહે છે. હેલ્પર નો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવે છે. અમુક વખત જો લાઇટ બંધ થઇ હોય ને હેલ્પરો ને ફોન કરો તો પણ ફોન ઉપાડતા નથી કાવીમાં હેલ્પરો પોતાની મનમાની ચલાવે છે. છેલ્લા બે વર્ષ થી છીદ્રા થી કાવી ની મેઇન લાઇન ના કેબલ (વાયરલ) ને મોટા પ્રમાણમાં ફોલ્ટ વારા તેમજ તુટેલા છે. તેનુ સમારકામ કરતા જ નથી જો છીદ્રા થી કાવી ની મેઇન લાઇન નુ નવા કેબલ (વાયરલ) નુ કામ થશે તે પછી લોકોને લોલીપોપ જ આપશે. કાવી માંથી સૌથી મોટી રકમ રીડીંગ (લાઇટબીલ) પણ મળે છે. બસ ખાલી ટાઇમ પર લાઇટ બીલ ફાડી જાય છે. શું ગ્રાહકો પાસે થી લાઇટબીલ ની રકમ વસુલો છો તો લાઇટ પર આપો ને અત્યારે લોકો ને કોરોના મહામારી માં કામ ધંધા નથી તે છતાં લોકો ટાઇમસર લાઇટબીલ ભરી આપે છે પછી કાવી ગામમાં હેરાનગતિ કેમ કરવામાં આવે છે.
કાવી માં હેલ્પરો શોભાના ગાંઠીયા જેવાં છે.તેમજ છીદ્રા સબ સ્ટેશન પર શોભના ગાંઠીયા જેવુ છે. શું તંત્ર આવા કર્મચારી ને મફતમાં પગાર આપે છે.?