गुजरात

લખતરમાં લઠ્ઠાકાંડ? દેશી દારૂ પીવાથી બે વ્યક્તિનાં મોત, એકની હાલત ગંભીર

સુરેન્દ્ર નગર : જિલ્લાના લખતરમાં કથિત લઠ્ઠો દેશી દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત નીપજતા ચકચાર મચી ગઇ છે. આ સાથે અન્ય બે વ્યક્તિઓ સારવાર હેઠળ છે. આ અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, લખતરના બજરંગપુરા જવાના રસ્તે હાપાર નજીક રવિવારે સાંજે ચારેક લોકો ગયા હતા. લખતરમાં લોકોમાં થતી ચર્ચા મુજબ આ લોકો બજરંગપુરાના માર્ગે દેશી દારૂ પીવા ગયા હતા. જ્યા અચાનક ત્રણ લોકોની તબિયત બગડી હતી. જે બાદ 108ને ફોન કરાયો હતો. ખેતરથી ટ્રેકટરમાં ત્રણેયને સીમમાંથી રોડ સુધી લાવવામાં આવ્યા હતા. જ્યાંથી લખતર 108માં લખતરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. આ લોકોમાંથી વેલજીભાઈ વશરામભાઇ અઘારાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે અન્ય બે વ્યકિતઓની હાલત ગંભીર હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમની હાલત ગંભીર જણાતા સુરેન્દ્રનગરની સી.યુ શાહ મેડિકલ કોલેજમાં રીફર કરાયા હતા. જ્યાં અન્ય એક વ્યક્તિ નરસિંહભાઇ વિરમગામીયાનું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિ પ્રવીણભાઇ પુરાણીયાની હાલત ગંભીર છે. ત્યારે આ ત્રણની સાથેના ચોથા વ્યક્તિની કોઇ બાળ નથી.

Related Articles

Back to top button