ભુજ
રીપોટર – કેતન સોની
લોક ડાઉન માં ખાણી પીણી માં મંદી 23 માર્ચ થી ભારત માં લોક ડાઉન ની પરિસ્થતિ ને લીધે અનેક નાના ધંધા રોજગાર પર ખુબ જ માઠી અસર પડી છે. રોજ કમાઈ ને પોતાનું ગુજરાન ચલાવવા વાળા મંદી ના માહોલ માં પરિવાર ને કઈ રીતે ચલાવવું તે મુશ્કેલ થઇ રહ્યું છે. ખાસ કરી ને હાથલારી માં નાસ્તા નું વેચાણ કરતા ઓ ની હાલત કફોડી બની છે. એક તરફ મહા મારી નો ભય સતાવી રહ્યો છે અને બીજી તરફ લોકો બહાર ના ખાણી પીણી થી દૂર થઇ રહ્યા છે ત્યારે આવા રોજ કમાઈ ને પોતાનું ગુજરાન ચલાવવા વાળા ઓ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.