ભુજ
રીપોટર – કેતન સોની
23 માર્ચ ભારત ને મહામારી બીમારી એ ભીંસ માં લીધો કેન્દ્ર સરકાર ઘ્વારા લોક ડાઉન લાગુ પડ્યો. સરકાર સામે અનેક પડકારો આવ્યા તેમાં તબીબી સેવા, સફાઈ કર્મચારી અને પોલીસ પર ખુબ જ જવાબદારી આવી સૌ કોઈ પોતાની ફરજ બજાવતા રહ્યા. ખાસ કરી ને લોક ડાઉન માં પોલીસ સામે અનેક પડકારો ઉભા થયાં એક તરફ લોક ડાઉન માં લોકો ને ઘર થી બહાર ના નીકળવા દેવા, માસ્ક ફરજીયાત, અને સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરાવવું. છેલ્લા 6 માસ થી આગળ ના પોલીસ અધિક્ષક ની સુજ બુજ થી ડી વાય એસ પી પંચાલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર ના એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના અધિકારી ની દેખરેખ હેઠળ ગૌ હત્યાં હોય કે વિદેશી દારૂ હોય કે ખનીજ ચોરી હોય કે જુગાર હોય કે લોક ડાઉન ના કેસ હોય ખુબ જ પ્રશંસા પૂર્વક કામગીરી કરી છે ટ્રાફિક ના પોલીસ કર્મચારી ને લોક ડાઉન માં દિવસ રાત જોયા વગર પોતાની ફરજ નિભાવતા રહ્યા. લોક ડાઉન માં ગણા ગુનેગારો દિવસ માં તારા બતાવી દીધા. પોતાની અને પરિવાર ની કોઈ પણ જાત ની ચિંતા કર્યા વગર રાત દિવસ પોતાની ફરજ ને ક્યાંય ઉણપ આવવા નથી દીધી. એમાંય બી ડિવિઝન માં આવેલ પી એસ આઈ ઝાલા સાહેબેએ તો છેતરપિંડી ના કેસ ને કેટલા સમય થી ઉકેલ આવતો ન હતો તેવા કેસ ને પોતાની સુજ બુજ થી ખુબ જ ઝડપ થી ઉકેલી ખાખી વર્દી ને ચાર ચાંદ લગાવી દીધા. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જુગારી ઓ માં ફફડાટ છે. ભુજ માં પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એ અને બી પોલીસ સ્ટેશન ના અધિકારી નો ખોફ ગુનેગારો માં જીવલેણ રોગ ની જેમ ડરાવી રહ્યો છે