વાંસદા પ્રતાપ હાઈસ્કુલના મેગા રક્તદાન કેમ્પમાં ૭૨”યુનિટ રક્ત એકત્રિત ભેગું કરાયું.
Anil Makwana
વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા શ્રી પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી વર્ષ નિમિત્તને તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી વલસાડમાં કેન્દ્ર દ્વારા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ડો અમીતાબેન પટેલ તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ચૌધરી THO પ્રમોદ પટેલ RMO ડો વિરેન્દ્રસિંહ તથા કેળવણી મંડળના પ્રમુખ નટવરલાલ પાંચાલ ધર્મેશ પુરોહિત આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર કારોબારી સભ્ય ભુપેન્દ્ર પટેલ કમલેશ કેવત ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ પટેલ મહામંત્રી સંજય બીરારી શાળા શિક્ષકગણ કર્મચારીગણની હાજરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડો અમીતાબેન પટેલે દિપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મુક્યો હતો.શુક્રવારે વરસતા વરસાદમાં પણ રક્તદાતાઓ રક્તદાન કરવા આગળ આવ્યા હતા ખાસ બાબત એ છે કે”THO.પ્રમોદપટેલ RMO ડૉ. વિરેન્દ્ર સિંહ એ પ્રથમ રક્તદાન કરી ને અન્યને પ્રેરણા રૂપ દાખલો આપ્યો હતો જેમાં ૧૦, વ્યક્તિઓ અન્ય કારણોસર રક્તદાન કરી શક્યા ન હતા રક્તદાતાઓને શ્રી પ્રતાપ હાઈસ્કૂલ તરફથી સ્મૂર્તિ ભેટમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી આર.સી.પટેલ TDO શ્રી દેસાઈ મામલતદાર શ્રી જીગ્નેશ જીવાણી આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.