गुजरात

વાંસદાના સિણધઈ ગામના સરપંચે પોતાની મનસ્વી રીતે જોબ કાર્ડ પોતાની પાસે રાખ્યા હોવાનો આક્ષેપ સાથે પંચાયત સભ્યે સરપંચ સામે તપાસ કરી પગલાં લેવા ટીડીઓને આવેદનપત્ર આપી રજુઆત કરી

Anil Makwana

વાંસદા

રીપોટર – બ્રિજેશ પટેલ, સુનિલ ડાભી

વાંસદા તાલુકાના સિણધઇના સરપંચ શ્રી એ પોતાની મનસ્વી રીતે જોબ કાર્ડ તેમની પાસે રાખી કોઈપણ વ્યક્તિને આપેલ નથી.જે બાબતે સિણધઈ પંચાયત સભ્યએ પંચાયતનો ચૂંટાયેલ સભ્ય છું મારા ફળિયાના આશરે ૨૦ જેટલા લોકો જોબ કાર્ડ આશરે વર્ષ સાત પહેલા પંચાયત દ્વારા કાઢી આપવામાં આવેલ છે પરંતુ તેઓને છેલ્લા ચાર વર્ષ આ તમામ લોકોના જોબકાર્ડ સરપંચે પોતાની પાસે ગેરકાયદેસર રીતે રાખી મુકેલ છે જે તમામ ફળિયાના જોબકાર્ડ સરપંચના અંગત વ્યક્તિ જગદીશભાઈ નાનુભાઈ પટેલ ના એ અમારા ફળિયામાં આવી ને ઘરે ઘરે જઈને લઈ ગયેલા જેની હુ અરજદાર ને ફળિયાના લોકોએ મને જાણ કરતા કહેતા તમારા બધાના જોબકાર્ડ સરપંચ શ્રી તેની પાસે મનસ્વી રીતે રાખી મુકેલ અને લોકોને છેલ્લા ચાર વર્ષથી કોઈપણ મજૂરીકામ આપેલ નથી ફળિયાના લોકો જોબ કાર્ડ ની માંગણી કરતા સરપંચ શ્રી જણાવે છે કે તમારા જોબકાર્ડ રીન્યુ કરવા તાલુકામાં મોકલેલ છે એવા છેલ્લે બે વર્ષથી જવાબઆપતા આવેલ છે હું અરજદાર પંચાયતનો ચૂંટાયેલ સભ્ય હોવાથી મારે આ ફરિયાદ આપવાનું કારણ ઉત્પન થયેલ છે હું અરજદાર ચૂંટાયેલ સભ્ય તથા ફળિયાના લોકોની એવી માંગ છે કે સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Related Articles

Back to top button