અમદાવાદ : દહેજ લાલચૂ પતિએ પત્ની પાસે તેણી ચારિત્ર્યહીન હોવાનો પત્ર લખાવ્યો!
અમદાવાદ : શહેરના એક પોલીસ સ્ટેશન માં પરિણીતાએ તેના જ પતિ સહિતના સાસરિયા ઓ સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજસ્થાન નો આ પરિવાર દહેજ ભૂખ્યો હોવાથી પરિણીતાને ત્રાસ આપતો હતો. સાસરિયા તરફથી લાખો રૂપિયા દહેજ (Dowry) મળ્યું હોવા છતાં પતિ વધુ રૂપિયાની લાલચમાં આવી ગયો હતો. પતિએ સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવા પત્ની ચારિત્ર્યહીન હોવાનું સાબિત કરવા માટે કાગળમાં લખાણ કરાવી લીધું હતું કે પત્નીને કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે.
બાપુનગરમાં પોતાના માતાપિતાના ઘરે રહેતી 33 વર્ષીય મહિલાના વર્ષ 2006માં રાજસ્થાનના ઉદેપુરના કેસરિયાજી ખાતે એક પરિવારમાં લગ્ન થયા હતા. હાલ તેને સંતાનમાં 14 વર્ષનો પુત્ર અને 10 વર્ષની પુત્રી છે. પુત્ર તેના પિતા સાથે જ્યારે પુત્રી આ મહિલા સાથે રહે છે. લગ્ન બાદથી જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી દહેજની આશા રાખી હતી. અવારનવાર કામને લઈને મહિલા સાથે બોલાચાલી કરતા હતા અને પછી વાત દહેજ પર લાવી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પણ મહિલા વિશે ખરાબ બોલી પુત્રની કાનભંભેરણી કરીને તેને તેનાથી દૂર કરી દીધો હતો. અમુક સમય બાદ પરિણીતાએ પુત્રીને જન્મ આપતા તેના લગ્નમાં વ્યવહારો કોણ કરશે તેમ કહી મહિલા પર ત્રાસ ગુજારતા હતા.