ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના ભાઇનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, પરિવાર થયો ક્વૉરન્ટાઇન
સુરતમાં હાલ કોરોનાવાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ભાઇ પ્રકાશ પાટીલનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના ડ્રાઇવરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે પ્રકાશ પાટીલનો આખો પરિવાર હોમ ક્વૉરન્ટાઇ થઇ ગયો છે. પ્રકાશ પાટીલને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ભાજપનાં અધ્યક્ષ સી.આર પાટીલે પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હતો.
મહત્વનું છે કે, સોમવારે જ મળતી માહિતી પ્રમાણે, સુરત ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્ની જયશ્રી બેનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પરંતુ પાછલા એક સપ્તાહમાં અનેક કાર્યક્રમમાં નીતીન ભજીયાવાલાની હાજરી નોધાઇ હતી. આ સાથે સોમવારે કોરોના પોઝિટિવ આવેલા કેસોમાં જે સમાજમાં રહીને કામ કરે છે તેવા અનેક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી અનેક લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.