કચ્છ જિલ્લા માં ઘણા તાલુકા માં અનેકો ગામ મા પવન ચક્કી ના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર ના શોર્ટ સર્કિટ થી અનેકવાર મોત
Anil Makwana
ભુજ
રીપોટર – કેતન સોની
કચ્છ માં જ્યાર થી પવન ચકી નાખવાની ચાલુ થઈ ત્યાર થી કોઈ ને કોઈ મુદ્દે ચર્ચા ના ચગડોળે છે પવન ચકી થી રાષ્ટ્રીય પક્ષી મોર નો પણ અનેક વખત ભોગ બનેલા છે કોઈ ના પેટ નું પાણી પણ હલતું નથી કચ્છ જિલ્લા માં ઘણા તાલુકા માં અનેકો ગામ મા પવન ચક્કી થી રાષ્ટ્રીય પક્ષી મોર ના મુત્યુ થાય છે એવા માં અબડાસા તાલુકાના મોહાડી ગામ ની સીમમા પવનચકી ના પોલ ડબલ થાભલા આવેલા છે જેના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર ના વાર વાર શોર્ટ સર્કિટ થાય છે અનેકવાર મોર ના મોત થયા છે તંત્ર દ્વારા પવન ચક્કી ના માલિક / એજન્સી ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જ્યારે રાષ્ટ્રીય પક્ષી મોર નું મારણ કરવામાં આવે છે તયારે ઘણી કલમો લગાવી ને ફરિયાદ કરવામાં આવે છે તો શું ? પવન ચક્કી ના વિજ પોલ પર ઉડતા મોર નું મૃત્યુ ના થાય તેની તકેદારી લેવામાં આવે તેવી ગ્રામજનો માં માંગ ઉઠી છે