गुजरात

રાપર : ગાગોદરના ગોકુલધામ વિસ્તારમાં તસ્કરોનો આતંક ૧૩ લાખની ચોરી

Anil makwana

રાપર

રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ

રાપર તાલુકાના ગાગોદર ગામમાં તસ્કરોએ હંમેરની જેમ મોટો હાથ માર્યો છે જેમાં બે બંધ મકાનમાંથી રૂ.13 લાખની માલમત્તા ચોર ઉસેડી જતાં લોકોમાં ભય ફેલાયો હતો.આ બનાવ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ગાગોદરના ગોકુળધામ વિસ્તારમાં રહેતા બે પરિવારો ગત બપોરે ખેતરે હતા તે દરમિયાન બે વાગ્યા પહેલાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. અંબાવીભાઇ જેશાભાઇ આરેઠિયાના બંધ મકાનમાં ઘર વખરી વેર વિખેર કરી તસ્કરોએ સવા પાંચ તોલાનું સોનાનું મંગળ સૂત્ર, ત્રણ તોલાની સોનાની રામરામી, અઢી તોલા સોનાનું સેણપગલું, અડધા તોલા સોનાની ચેન, દોઢ તોલા સોનાની 5 વીંટી, બે ગ્રામની સોનાની કોડી અને 9 ગ્રામ સોનાની બે બુટ્ટી મળી 14 તોલા સોનું, 250 ગ્રામ ચાંદીના ઝાંઝર, 50 ગ્રામ ચાંદીના બે સાંકળા, 50 ગ્રામ ચાંદીની એક પોચી મળી 350 ગ્રામ ચાંદી તેમજ રૂ.2,00,000 રોકડાની ચોરી કરી ગયા હતા.

બાજુમાં જ રહેતા કરશનભાઇ બાઉભાઇ આરેઠિયાના બંધ મકાનમાંથી તસ્કરો 2 તોલા સોનાનો હાર, 1 તોલા સોનાની ચેન, 2 સોનાની વીંટી, 2 તોલા સોનાનું મંગળસૂત્ર મળી 5 તોલા સોનું, 1 કિલો ચાંદીના કડલા, 250 ગ્રામ ચાંદીની વીંટી મળી સવા કિલો ચાંદી તેમજ રૂ.10,000 રોકડાની ચોરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે તાત્કાલિક આડેસર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે જઇ સીસી ટીવી ફૂટેજ સહિતની તપાસ આદરી હતી. વાગડમાં હવે જાણે તસ્કરોને કોઇ ડર ન રહ્યો હોય તેમ ધોળા દિવસે ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસ સામે મોટો પડકાર ઉભો થયો છે.

Related Articles

Back to top button