गुजरात

સિહોર મેઇન બજારમાં આવેલ બાબાસાહેબની પ્રતીમાને અપમાનીત કરતા ઇશમને પકડી પાડતી સિહોર પોલીસ

અનિલ મકવાણા

સિહોર

રિપોર્ટર – હરીશભાઈ પવાર

ગઇ તારીખ ૧૩/૦૭/૨૦૨૦ ના રોજ સિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૧૯૮૦૪૭૨૦૦૬૩૪/૨૦૨૦ IPC કલમ ૨૯૫ મુજબનો ગુન્હો કલાક.૧૧/૩૦ વાગ્યે જાહેર થયેલ આ કામે હકિકત એવી એવી છે કે સિહોર મેઇન બજારમાં આવેલ બાબા સાહેબની પ્રતીમા ઉપર કોઇ અજાણ્યા ઇશમ પ્લા.ની ડોલ ઢાકી તથા બાજુમાં ઇગ્લીશ દારૂની ખાલી બોટલ મુકી પ્રતીમાને અપમાનીત કરેલ હોય જેથી અજાણ્યા ઇશમ વિરૂધ્ધ ગુન્હો દાખલ થયેલ. સદરહુ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લેતા ભાવનગર રેન્જનાં મે. ડિ.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર સાહેબ તથા પાલીતાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક શ્રી રવીરાજસિંહ જાડેજા સાહેબનાઓએ સદરહુ ગુન્હાના આરોપીને શોધી કાઢવા ખાસ સુચના આપેલ અને દરમ્યાન પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર સાહેબ દ્રારા ગુન્હાવાળી જગ્યાની સ્થળ વિજીટ કરી તેઓના માર્ગદર્શન મુજબ ભાવનગર એલ.સી.બી તથા એસ.ઓ.જી તથા સિહોર પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી જુદી-જુદી દિશામાં તપાસ સરૂ કરવા સુચનો આપવામાં આવેલ. મ્હે.પોલીસ અધીક્ષક સાહેબ, ભાવનગર તથા મ્હે.નાયબ પોલીસ અધીક્ષક સાહેબ,પાલીતાણાની સુચના મુજબ તમામ ટીમો સતત ૧૭-૧૮ દિવસ સદરહુ ગુન્હો ડિટેકટ કરવા તમામ પાસાઓની તપાસ કરતી હતી તે દરમ્યાન તારીખ ૩૧/૦૭/૨૦૨૦ રોજ સિહોર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડના પો.કોન્સ શકિતસિંહ સરવૈયા તથા એલ.સી.બી ના પો.કોન્સ કુલદિપસિંહ ગોહિલને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે સિહોર ડોશી ફળીયામાં રહેતો વિશાલભાઇ કનૈયાલાલ શાહ સદરહુ ગુન્હો આર્ચયાનની હકિકત મળતા મજકુરનો મોબાઇલ નંબર મેળવી ટેકલનીકલ સેલની મદદ લઇ મજકુરનુ ગુન્હા સમયે લોકેશન શિહોર મેઇન બજારમાં આવતા મજકુર વિશાલભાઇ કનૈયાલાલ શાહ રહે ડોશી ફળીયુ , શિહોરવાળાને એલ.સી.બી તથા શિહોર પોલીસ દ્રારા શિહોર વડલા ચોકથી ડિટેઇન કરી મજકુરની પ્રાથમીક પુછપરછ કરતા તેઓએ સદરહુ ગુન્હાની કબુલાત આપતા સરકારશ્રીના નીયમો અનુસાર મજકુરનો કોરોના રીપોર્ટ કરાવતા મજકુર વિશાલભાઇ કનૈયાલાલ શાહ રહે શિહોરવાળો આજરોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરીમાં ભાવનગર એલ.સી.બી પો.ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી કે.ડી.ગોહિલ તથા એલ.સી.બી ના પો.સબ.ઇન્સ્પેક્ટશ્રી એન.જી.જાડેજા તથા હે.કોન્સ અનીરૂધ્ધસિંહ ગોહિલ તથા હે.કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ કુલદિપસિંહ ગોહિલ તથા એસ.ઓ.જી. ભાવનગરના હે.કોન્સ હરેશભાઇ ઉલવા તથા શિહોર પોલીસ સ્ટેશનના હે.કોન્સ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા હે.કોન્સ પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પો.કોન્સ શકિતસિંહ સરવૈયા તથા પો.કોન્સ જયતુભાઇ દેસાઇ તથા પો.કોન્સ પ્રવીણભાઇ મારૂ તથા પો.કોન્સ અશોકસિંહ ગોહિલ તથા પો.કોન્સ બીજલભાઇ કરમટીયા તથા પો.કોન્સ અનીરૂધ્ધસિંહ ડાયમા જોડાયા હતા.

Related Articles

Back to top button