गुजरात

આમોદ મારૂવાસમાં જુગાર રમતા ચાર શકુની ઝડપાયા. નગર સેવકના પતિ સહિત બે ફરાર,

આમોદ પોલીસે ૧.૬૧ લાખના મુદ્દામાલ સહિત ચારની અટકાયત કરી.

આમોદ

રીપોટર – જાવેદ મલેક

આમોદ નગરમાં આવેલા મારૂવાસમાં એક મકાનમાં જુગાર રમતા ચાર જુગારીયાઓ ને આમોદ પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે આમોદ નગરપાલિકાના મહિલા સદસ્યના પતિ તેમજ અન્ય એક જુગારી પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.આમોદ પોલીસે જુગરધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં મારૂવાસમાં ભરતભાઈ મથુરભાઈ વસાવાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી.જે બાબતે આમોદ પોલીસે બાતમીવાળી જગ્યાએ મકાનમાં રેડ કરી હતી જેમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા
૧ દિલીપ રમેશ વસાવા રહે. મારૂવાસ આમોદ
૨ હિતેશ મનુ માછી રહે.તાલુકા પંચાયત નવીનગરી આમોદ
૩ ભરત મથુર વસાવા રહે. મારૂવાસ આમોદ
૪ મુકેશ મંગળ માછી રહે. તાલુકા પંચાયત નગરી આમોદ

આમોદ પોલીસે ઝડપી પાડી અંગજડતીના તથા દાવ પરના રોકડા રૂપિયા ૪૩૮૦૦ તથા મોબાઈલ નંગ ૩ જેની કિંમત રૂપિયા ૧૮૦૦ તથા મોટરબાઈક નંગ ૨ કિંમત રૂપિયા એક લાખ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ ૧૬૧૮૦૦ ના મુદ્દામાલ સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી જ્યારે આમોદ નગરપાલિકા મહિલા સદસ્યના પતિ રોહિત કનુભાઈ માછી રહે. ગણેશનગર આમોદ તથા સુખીલ રમેશ વાઘેલા રહે. મચ્છીમાર્કેટ આમોદ પોલીસ પંચોને જોઈ ફરાર થઈ ગયા હતા.

Related Articles

Back to top button