અમદાવાદ : તસ્કરો આખુય ATM મશીન ચોરી ન કરી શકતા તોડફોડ કરી દાઝ કાઢી, વિચિત્ર કિસ્સો
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં આવેલી એક બેંકમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. જે રીતે ઘટના સ્થળ પર બધું વેરણ છેરણ થયેલું હતું તે જોતા પોલીસ માની રહી છે કે તસ્કરો આખુંય એટીએમ મશીન ઉપાડવા આવ્યા હતા. પણ ઉપાડી ન શકતા તેઓએ કેશ ડિસ્પેન્સર બોક્સ માં ખોલવાનો પ્રયાસ કરી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હોય શકે છે. અને કઈ ન કરી શકતા સીસીટીવી ચોરી કરી દાઝ કાઢી ડિસ્પ્લે પણ તોડી નાખી હતી. સમગ્ર મામલે હવે મેઘાણી નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
સુભાસબ્રિજ ખાતે રહેતા અરવિંદકુમાર પરમાર બેંક ઓફ બરોડા ની મેઘાણીનગર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ બેંકની બાજુમાં જ એક એટીએમ મશીન મૂકેલું છે અને બેન્ક ચાલુ હોવાના સમય દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડ પણ રાખેલો હતો
ગુરુવારે સવારે બેંકના ક્લાર્ક નો અરવિંદભાઈ પર ફોન આવ્યો કે એટીએમ મશીન તોડી ચોરી નો પ્રયાસ થયો લાગે છે. બેંક પર અરવિંદભાઈ એ જઈને જોયું તો મશીનમાં તોડફોડ કરવામાં આવી હતી. ડિસ્પ્લે પણ તૂટેલી હતી અને કેશ ડિસ્પેન્સર બોક્સ માં પણ ખોલવાનો પ્રયાસ થયો હોવાનું જણાયું હતું. બાદમાં સીસીટીવી તપાસ કરતા તે પણ ચોરી થઈ ગયા હતા.