અમદાવાદ : રસ્તામાં કોઈ સરનામું પૂછે તો ચેતજો! આધેડે ધરમ કરતા ધાડ પડી, 10,000 ગુમાવ્યા

અમદાવાદ : શહેરમાં વહેલી સવારે એકલદોકલ જતા વ્યક્તિઓને રોકીને સરનામું પૂછવાના બહાને તેઓને વિશ્વાસમાં લઇ તેમની કિંમતી વસ્તુઓ અથવા તો રૂપિયા પડાવતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતર પંડી નો કિસ્સો શહેર માં જોવા મળે છે.
મૂળ રાજસ્થાનના રહેવાસી મુકેશભાઈ સાલવી ને છેલ્લા દોઢેક વરસથી ફેફસાની બીમારી હોવાથી ડ્રાઈવિંગ રોડ પર આવેલ એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. શુક્રવારે તેમની એપોઇન્ટમેન્ટ હોવાથી તેઓ વહેલી સવારે રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા અને ચાલતાં-ચાલતાં હેલ્મેટ સર્કલથી ડ્રાઇવિંગ સિનેમા તરફ જઈ રહ્યા હતા.
ત્યારે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક તેઓને એક વ્યક્તિ મળ્યા હતા. તેણે ફરિયાદીને પૂછેલ કે ભૈયા યહા પે લક્ષ્મી માતા કા મંદિર કહા પે હૈ. જો કે ફરિયાદી પોતે રાજસ્થાનના હોવાનું કહેતાં ગઠિયો ચાલતા ચાલતા આગળ નીકળી ગયો હતો.
બાદમાં તરત જ બીજો એક ગઠિયો આવ્યો હતો અને ફરિયાદીને કહેલ કે પેલા ભાઈ તમને શું પૂછતા હતા. તેઓ છેલ્લા ચારેક દિવસથી આ રીતે લક્ષ્મી માતાનું મંદિર શોધી રહ્યા છે. એમ કહીને ચા પીવડાવવાનું કહીને બીજો ગઠિયો ફરિયાદી ને પેલા વ્યક્તિ પાસે લઈ ગયો હતો. જ્યાં અન્ય એક વ્યક્તિ રિક્ષા લઇને આવ્યો હતો.