गुजरात

સુરત ની લોકસમર્પણ બ્લડબેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી કિશોર ભાઈ (કુમાર) કાનાણી દ્વારા મંજૂરી આપવામાં આવી..

Anil makwana

સુરત

રીપોટર – હરીશભાઈ પવાર

વર્તમાન કોરોના -19 મહામારી માં પ્લાઝ્મા થેરાપી છે તેના માટે ખાસ કરીને સુરત ખાતે વધુ સુવિધા ની જરૂર છે ત્યારે લોકાર્પણ બ્લડ બેક માં પ્લાઝ્મા પ્રક્રિયા શરૂ કરવા માટે ની સંસ્થા ના પ્રમુખ હરિભાઈ કથીરિયા દ્વારા લેખિતમાં રજુઆત સાથે રાજ્ય સરકાર તથા કેન્દ્રીય ડ્રગ વિભાગ માંથીઝડપથી મંજૂરી મળી રહે તે માટે રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગના મંત્રી શ્રી દ્વારા આ સંસ્થા ની સરાહનીય કામગીરી જે સને 1996 થી સરાહનીય કામગીરી ને ધ્યાને રાખી અને આ હાલ કોરોના મહામારી માં લોકસમર્પણ બ્લડ બેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા માટે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી શ્રી કિશોર ભાઈ ( કુમાર)કાનાણી સાહેબ દ્વારા ડ્રગ કંટ્રોલ વિભાગમાં થી ઝડપી નિર્ણયો સાથે મંજુરી આપવામાં આવતા હાલ આ સંસ્થા ના પ્રેસિડેન્ટ સહિત ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઈ (કુમાર) કાનાણી નો લેખિતમાં પત્ર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો

આવા સમયે 24×7 દિવસ સતત તમામ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે કોઈ તકલીફ કે ફરિયાદ ન આવે તે માટે સુવિધાઓ મળી રહે તેવી તકેદારી સાથે મોનીટરીંગ અને તબીબી અધિકારીઓ કર્મચારીઓ સાથે સંકલન થી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેથી આ કોરોના આંતક નો વધુ કોઈ ભોગ ન બને તેવી ચુસ્તપણે કાળજી લેવામાં આવી રહી છે .અને આરોગ્ય મંત્રી દ્વારા ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે “દર્દી દેવો ભવ:”ને સૂત્ર સાર્થક કરવામાં આવે. આવી રીતે રાજ્ય ની તમામ હોસ્પિટલની જરૂરિયાત મુજબ સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે.

Related Articles

Back to top button