गुजरात

સુરત : 18 વર્ષીય યુવક પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો, પરિવારે સંબંધ તોડવાનું કહેતા આપઘાત કર્યો

સુરત : શહેરમાં એક યુવાન પરિણીત મહિલા નો પ્રેમ માં પડ્યો હતો. યુવકના પરિવારને આ અંગેની જાણ થતાં તેણે યુવકને મહિલા સાથે સંબંધ ન રાખવા માટે દબાણ કર્યું હતું. જે બાદમાં યુવકે આવેશમાં આવીને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત  કરી લીધો હતો. યુવકે આપઘાત કરી લીધા બાદ પરિવારે પરિણીતા વિરુદ્ધ પોલીસ માં ફરિયાદ દાખલ કરાવી છે. પરિવારનો આક્ષેપ છે કે તેના દીકરાને મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો.

મૂળ માંગરોળ તાલુકાના ઝઘડીયા ગામનો રહેવાસી અને સુરતના નાના વરાછા ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા 18 વર્ષીય માહિલકુમાર ગામીત હીરાના કારખાનામાં મજૂરીકામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. માહિલ છેલ્લા લાંબા સમયથી એક પરિણીત અને એક બાળકની માતાના પ્રેમમાં પડ્યો હતો. દીકરો પરિણીત મહિલાના પ્રેમમાં હોવાને લઈને માહિલનો પરિવાર સતત વિરોધ કરતો હતો.

પરિવારના વિરોધ છતાં યુવકે મહિલા સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યા હતા. એક દિવસ પરિવારે મહિલા સાથે પ્રેમ સંબંધ તોડવાનું દબાણ કર્યું હતું. જે બાદમાં યુવાન સતત માનસિક તાણ અનુભવતો હતો. ગતરોજ માહિલે આવેશમાં આવીને પોતાના ઘરમાં છતના હુક સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને જાણ છતાં માહિલને તાત્કાલિક સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

યુવાનને પરિણીતા મહિલાના પ્રેમમાં આવું પગલું ભર્યું હતું. પરિવારે સંબંધ તોડવાનું કહ્યા બાદ યુવાને પરિણીતા સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જોકે, સામા પક્ષે પરિણીતા આ યુવકને છોડવા માટે તૈયાર ન હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. આ કારણે માહિલ સતત માનસિક તાણ અનુભવતો હતો. આ જ કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. આ મામલે મહિલાના પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં પરિણીત મહિલા વિરુદ્ધ ફરિયાદ આપી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button