गुजरात

કોરોના દર્દીઓની સારવારમાં ‘પર્પલ બ્રિગેડ’ પણ છે મહત્ત્વની, તેઓ છે ‘ઈન્ફેક્શન કંટ્રોલ એન્જિનિયર’

કોરોના વાયરસનું સંક્રમણ એક દેશમાંથી શરૂ થઈને વિશ્વવ્યાપી બન્યુ. કોવિડ 19 ઈન્ફેક્ટેડ રોગ હોવાથી તેને નિયંત્રિત કરવું ખુબ જ જરૂરી છે. જેને ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલની ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોવિડ19ના ઈન્ફેક્શનને કંટ્રોલ કરવા માટે વિશેષપણે ‘પર્પલ બ્રિગેડ’ટીમ કાર્યરત છે. પર્પલ બ્રિેગેડ ટીમમાં 21 ‘ઈન્ફેકશન કંટ્રોલ નર્સ’ સતત 24 X 7 કલાક ત્રણ શિફ્ટમાં કામગીરી કરી રહી છે.

કોરોનામાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી સંક્રમણ ફેલાય છે જેથી ચેપને ફેલાતો રોકવો ખુબ જ અનિવાર્ય છે. ચેપને ફેલાતો અટકાવવા માટે પર્પલ બ્રિગેડની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમનું મુખ્ય કામ ઈન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલનું (ચેપ નિવારણ અને નિયંત્રણ) છે. 1200 બેડ ડેડિકેટેડ હોસ્પિટલના રેસિડન્ટ મેડીકલ ઓફિસર ડૉ. સંજય કાપડિયા જણાવે છે કે, “કોરોનાની સારવાર માટે દર્દી દાખલ થાય ત્યારથી લઈને સ્વસ્થ્ય થઈને ઘરે જાય ત્યાં સુધી તેને અન્ય કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તે માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીને દરરોજ જંતુમુક્ત કરેલી અને સાફ કરેલી ચાદર, બાયો-મેડીકલ વેસ્ટનો નિકાલ, પોષણયુક્ત આહારની વ્યવસ્થા પણ પર્પલ બ્રિેગેડ દ્વારા કરવામાં આવે છે”.

સિવિલ હોસ્પિટલના નર્સિંગ અધિક્ષક બી.કે.પ્રજાપતિ જણાવે છે કે “છેલ્લા ચાર મહિનાથી પર્પલ બ્રિગેડની તમામ ઈન્ફેક્શન કંટ્રોસ નર્સ દ્વારા અભુતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. ખૂબ જ જોમ અને જુસ્સા સાથે તેઓ કામ કરી રહ્યા છે. ટીમ દ્વારા જનરલ વોર્ડ અને આઈ.સી.યુમાં મોનિટરિંગ તેમજ સર્વેલન્સની પણ કામગીરી પણ કરવામાં આવી રહી છે”.

બી.જે.મેડીકલના માઈક્રોબાયોલોજી વિભાગના અસોસિએટ પ્રોફેસર ડૉ. સુમિતા સોની જણાવે છે કે, “અમારી ટીમ દ્વારા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દી દ્વારા ઉપયોગમાં લેવાયેલ તમામ ચીજ-વસ્તુઓને ચેપમુક્ત કરવામાં આવે છે. સંપૂર્ણ ઓટોક્લેવ મશીનમાં ચાદર, ઓશીકાનાં કવર સહિતની ચીજોને જંતુમુક્ત કરવાની સાથે ક્લિનિંગ અને વોશિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.”
કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓેને સવારે ચા-નાસ્તો, જ્યુશ, ફ્રુટ, બપોર અને સાંજે પ્રોટ્રીનયુક્ત આહાર, સુપ, રાત્રે હળદરવાળું દૂધ અને આયુર્વેદિક ઉકાળો પણ પૂરો પાડવામાં આવે છે.

Related Articles

Back to top button