गुजरात
અમદાવાદ : રથયાત્રાનાં બીજા દિવસે ભગવાનની નજર ઉતારીને મંદિરમાં કરાવાયો પ્રવેશ
અમદાવાદ : અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. વર્ષમાં આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વંય નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપે છે. ઈ.સ. 1878થી દર વર્ષે અષાઢી બીજના આ ક્રમ હતો પરંતુ 143 વર્ષે કોરોના મહામારીને કારણે આ વખતે આ પરંપરા તૂટી છે. ભગવાન જગન્નાથજી આ વખતે નગરચર્યાએ નીકળી શક્યા નહોતા અને જગન્નાથ મંદિરના પરિસરમાં જ રથની પ્રતિકાત્મક પરિક્રમા કરાવાઇ હતી. આ પછી ત્રણેય રથને મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા હતા. ભક્તોને રથયાત્રાને સ્થાને ‘રથદર્શન’થી જ સંતોષ માનવો પડયો હતો. ગઇકાલે ભગવાન નગરચર્યા પર નહોતા ગયા પરંતુ રથયાત્રામાં થતી તમામ વિધિ કરવામાં આવી હતી.
આ જ વિધિને કારણે ભગવાનનાં રથને પરિસરમાં જ રાખવામાં આવ્યાં હતાં. જે બાદ આજે સવારે મંગળા આરતી અને તેમની નજર ઉતારવાની વિધિ પણ કરવામાં આવી છે.