માંડવી તાલુકાના બિદડા ગામ ની ખાનગી શાળાએ બાળકોના હિતમા ઓનલાઈન ભણતર નોનસ્ટોપ રાખીને બાળકોના હિતમાં લીધો નિર્ણય
Anil Makwana
ભુજ
રીપોટર – હમીર શામળિયા
માંડવી તાલુકાના બિદડા ગામ ની ટ્રસ્ટ સંચાલિત ખાનગી શાળાએ બાળકોના ભવિષ્યના હિતમા ઓનલાઈન ભણતર નોનસ્ટોપ રાખીને બાળકોના હિતમાં લીધો નિર્ણય. રાજ્ય સરકારના ઠરાવ બાદ જિલ્લા ની ખાનગી સ્કૂલો ઓનલાઇન શિક્ષણકાર્ય બંધ કરવાનુ વિચારી રહી છે. ત્યારે વાલીઓ બાળકો ના અભ્યાસ માટે ચિંતિત છે, પ્રવર્તમાન પરિસ્થિતિમા ઓનલાઇન શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. ત્યારે બિદડા ની ટ્રસ્ટ સંચાલિત શ્રી માધવ સેવા સંસ્થા સંચાલિત માતૃશ્રી દેવકાબેન કાનજીભાઈ શિરવી વિદ્યા સંકુલ શ્રી માધવ વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ સ્કૂલ બિદડાની શાળા એ મહત્ત્વ નો પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. અને બાળકોનુ પાયા નુ ભણતર ને અસર ન થાય તે માટે શાળા ના વિધાર્થીઓ ના ભવિષ્ય નુ વિચારી ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનો મહત્ત્વ નો નિર્ણય લીધો છે. શાળા ના આચાર્ય શ્રી અનિલ ભાઈ ગોરી એ જણાવ્યૂ કે હાલ સ્કૂલ મા માર્ચ મહિના થી સતત ઓનલાઈન શિક્ષણ ચાલુ છે જેમા 85 ટકા જેટલા વિધાર્થીઓ ટીચરો દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે.શાળા ના ટ્રસ્ટીઓ અને ટીચરો નુ કહેવુછે કે અમારા માટે બાળકો માટે શિક્ષણ મહત્ત્વ નુ છે ફી મહત્ત્વની નથી