गुजरात
અમદાવાદ : પોલીસલાઈનમાંથી જ શરાબી પોલીસ કોન્સ્ટેબલ ‘ઝૂમતો’ પકડાયો
અમદાવાદ: કોણ કહે છે કે ,દારૂ માત્ર જનતા જ પીએ છે? ગુજરાતના અનેક એવા કિસ્સા છે જેમાં સરકારી બાબુ, અધિકારી, કે નીચલા કર્મીઓ દારૂ (Alcohol) પીવાની લત ધરાવતા હોય. અરે કેટલાક પોલીસકર્મીઓ તો દારૂનો ધંધો પણ બુટલેગર સાથે મળીને કરતા હોય અથવા કરાવતા હોય છે. આ બધી વાત વચ્ચે અમદાવાદની એક પોલીસ લાઈનમાંથી એક પીધેલો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. સ્થાનિક લોકો સાથે દારૂ પીને માથાકૂટ કરતા સ્થાનિકોએ કન્ટ્રોલરૂમમાં જાણ કરતા જ હવે શાહીબાગ પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. સવજીભાઈ પીસીઆરમા હાજર હતા. તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે કંટ્રોલરૂમની એક વર્ધિ મળી હતી. જે મેસેજ આધારે તેઓ માધુપુરા પોલીસ લાઈનમાં પહોંચ્યા હતા. ત્યાં એક વ્યક્તિ દારૂ પીને લોકો સાથે બબાલ કરી બોલાચાલી કરતો હોવાનો મેસેજ મળ્યો અને તે વ્યક્તિની શોધખોળ કરાઈ.