गुजरात

Corona Update: સંક્રમિતોનો આંક 75 લાખને પાર, કુલ મૃત્યુઆંક 1,14,610એ પહોંચ્યો

ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. હવે દેશમાં કુલ સંક્રમિતોનો આંક 75 લાખને પાર થઈ ચૂક્યો છે. ચિંતાજનક બાબત એ પણ છે કે અત્યાર સુધીમાં 1.14 લાખ લોકોએ કોવિડ-19 સામે લડતાં જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 55,722 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 579 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 75,50,273 થઈ ગઈ છે.

આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 ની મહામારી સામે લડીને 66 લાખ 63 હજાર 608 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,72,055 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,14,610 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 9,50,83,976 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 8,59,786 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Related Articles

Back to top button