‘ધરમ કરતા ધાડ પડી’, પાડોશીએ વ્યાજ ન આપતા, નાણા અપાવનારને ધમકી મળી
અમદાવાદ : અમદાવાદ: શહેરના સોલા પોલીસસ્ટેશનમાં એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. સામાન્ય રીતે વ્યાજે નાણાં લેનારને ધમકીઓ મળતી હોવાની ફરિયાદ નોંધાઈ હોય છે. પણ આ કિસ્સા માં જે વ્યક્તિએ વ્યાજે નાણાં લીધા હતા તેમની જગ્યાએ તેમને નાણાં અપાવનાર મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. 10 ટકા વ્યાજે નાણાં આપનાર વ્યાજખોર સામે ધમકી અપાતી હોવાની ફરિયાદ નોંધાતા સોલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ચાણકયપુરી ખાતે રહેતા દીપકભાઇ ડાહ્યાભાઇ પટેલ સાણંદ ખાતે કોન્ટ્રાકટર તરીકેનું કામકાજ કરે છે. આજથી બે વર્ષ પહેલા તેમની પત્નિ હીરલબેને અજયભાઇ ધરમશીભાઇ રબારી પાસેથી 1.50 લાખ રૂપિયા 10% ના વ્યાજે લઇ પાડોશી પ્રકાશભાઈ ચીનુભાઇ પટેલને અપાવ્યા હતા. પ્રકાશ ભાઈએ ગેરેન્ટી સ્વરૂપે આ પોતાની કૃઝ ગાડી આ અજય ભાઇ ને આપી હતી અને ત્યારબાદ એકાદ વર્ષમાં આ લીધેલ દોઢ લાખ 10 ટકા વ્યાજ સાથે પરત આપી ગાડી છોડાવી દીધી હતી.