गुजरात

એકમ કસોટી ‘ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ’ જેવી વાત : રાજ્ય શાળા સંચાલક મહામંડળ

અમદાવાદ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી  લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ આ આયોજનમાં અનેક અડચણો હોવાનું બહાર આવ્યું છે. જે અંગેના વિગતવાર મુદ્દાઓ સાથે રાજ્ય શાળા સંચાલક મહા મંડળ ટ્રસ્ટે રાજ્યના શિક્ષણ મંત્રી ને પત્ર લખ્યો છે. પત્રમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે એકમ કસોટી લેવા બાબતે શાળા સંચાલક મહામંડળનો કોઈ વિરોધ નથી પરંતુ ગુજરાતીમાં કહેવત મુજબ આ આયોજન ભેંસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ જેવી વાત છે. આથી જે આયોજન કાગળ પર કરાયું છે તેને ઑનગ્રાઉન્ડ અમલમાં કેવી રીતે મૂકાશે તેના પર વિચાર કરવા સૂચન કર્યું છે. (પ્રતિકાત્મક તસવીર)

Related Articles

Back to top button