गुजरात
ભાજપને મારી ચિંતા છે એટલે પાટીલની નિમણૂક કરવામાં આવી : હાર્દિક પટેલ
ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ ની નિમણૂક કરવામા આવી છે. સી.આર પાટીલ ભાજપના નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ છે નૉન ગુજરાતી છે. ગઇકાલે 21 જુલાઇ, મંગળવારના રોજ સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળી લીધો છે. રાજકીય નિષ્ણાતોના મતે સીઆર કુશળ સંગઠક છે અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીના વિશ્વાસુ નેતા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, ‘બીજેપીને મારી ચિંતા છે એટલે સીઆર પાટીલની નિમણૂક કરી છે. બીજેપીમાં સફળ અને સશક્ત નેતૃત્વનો અંત થયો છે.’