गुजरात

અમદાવાદ : જીજાજીએ સાળી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી કહ્યું સગીરા છે એટલે લગ્ન ન થાય

અમદાવાદ: શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ તેના જીજાજી સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાની બહેનની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક થોડા સમયથી આ સગીરાના પરિવારજનો સાથે રહેતો હતો. બાદમાં તેને અને સગીરાને પ્રેમ થઈ ગયો હતો. અને બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ જ લાલચ આપીને જીજાજીએ આ સાળી સાથે શારીરિક સંબંધો બાંધી તેની ઉંમર 18 વર્ષ નથી થતી તેમ કહી લગ્ન ન થાય તેવું કહીને તગેડી મૂકી હતી.

રાણીપમાં રહેતી 17 વર્ષીય સગીરા અભ્યાસ કરે છે. તેની મોટી બહેન એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેની સગાઇ સામાજી ક રીતરિવાજ મુજબ બહુચરાજી પાસેના કોઈ ગામમાં કરવામાં આવી હતી. બાદમાં આ સગીરાના જીજાજી કલોલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી તેઓને ખાવાપીવાની તકલીફ પડતી હોવાથી છેલ્લા સાતેક માસથી તેમના ઘરે રહેવા આવ્યા હતા. પાંચેક મહિના પહેલા સગીરાના જીજાજીએ એ એક દિવસ બપોરના સમયે સગીરા ને કહ્યું કે “તે તેને બહુ ગમે છે, તેને તેની બહેન સાથે લગ્ન કરવા નથી”. આ વાતચીતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બાદમાં સગીરા તેના જીજાજીને કહેતી કે, તે ઘરમાં તેની બહેન સાથે નહિ પણ તેની સાથે લગ્ન કરવાની વાત કરે. પણ સગીરાના જીજાજી જણાવતા કે, કોઈને કહેવું નથી અને ભાગીને લગ્ન કરી લેશે. એક દિવસ સગીરાના જીજાજી નો ફોન આવ્યો અને ડોક્યુમેન્ટ લઈને ઘર છોડી દેવા કહ્યું હતું. જેથી સગીરા ઘરેથી નીકળી અને સિદ્ધપુર પહોંચી ગઈ હતી. ત્યાં રાત રોકાયા ત્યારે સગીરાના જીજાજીએ લગ્ન કરવાની લાલચ આપી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

Related Articles

Back to top button