गुजरात

ભિલોડા પોલીસ ટીમે માસ્ક વગર ના લોકોને આશરે એક લાખ રૂપિયા થી વધારે રકમ નો દંડ વસૂલ કરાયો

Anil Makwana

ભિલોડા

રીપોટર – દિપક ડામોર

અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકામાં COVID-19 ની મહામારી માં વધતા જતા કેસ ને ધ્યાન માં લઇ PSI રાજપૂત સાહેબના નેજા હેઠળ પોલીસ ટીમ ખડેપગે ઉભા રહી. લોકોને તપાસ કરી માસ્ક વગર ફરતા લોકો ધ્યાને આવતા ફરજીયાત માસ્ક પહેરવા જણાવ્યું હતું. તેમજ ઘણા લોકોને રૂ. 200 નો દંડ પણ કરવા ફરજ પડી હતી.

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા હેઠળ તા. 15/06/2020 હેઠળ કરેલ ગુના જોગવાઈ મુજબ આજ દિન સુધીમાં ભિલોડા પોલીસ ટીમને આશરે રૂ. એક લાખ થી વધારે દંડ વસૂલી કરેલ છે તેમાં આજે 600 જેટલાં લોકો દંડાયા છે. ભિલોડા માં પોલીસકર્મીઓ કોરોનાની આટલી મહામારીમાં પોતાની કે પરીવારની ચિંતા કર્યા વગર ખડેપગે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા જોઈ. વેપારીઓ, લારી ગલ્લા વાળા તેમજ આમ જનતા માં લાગણી, આદર તથા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Back to top button