गुजरात
અબડાસા નાયબ ક્લેકટર કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ડુમરા જમીન મુદ્દે આવેદન પત્ર આપ્યું
Anil Makwana
નલિયા
રીપોટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા નાયબ ક્લેકટર કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટીમ અને તાલુકા ના ટિમ અને ડુમરા ના ખેડૂતો દ્વારા ડુમરા ની 1997 માં 11 જેટલા ખાતેદારો ને મળેલ જમીન નો આજ સુધી જે કબજો સોપાયો નથી એ અંગે આવેદન પત્ર આપવા માં આવ્યું. અને સાથે ઉગ્ર ચીમકી આપવામાં આવી છે જો આગામી 15 દિવસ માં કબ્જો સોંપવા માં નહિ આવે તો જલદ થી જલદ કાર્યક્રમ કરવા માં આવશે. જેની જવાબદારી તંત્ર ની રહેશે.
આ કાર્યક્રમ માં જિલ્લાના પ્રમુખ નરેશ મહેશ્વરી, ઉપપ્રમુખ હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, વિશાલ પંડ્યા અબડાસા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ રજાક ઉઠાર, ઇકબાલ એસ જત, હરેશ મહેશ્વરી, સલમાન જત, સૈયદ હનીફ, સલિમ જત અને ડુમરા ના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. એકબાલભાઇ. રજાકભાઇ. હરેશભાઇ. હિતેશભાઇ, હાજર રહ્યા હતા