गुजरात

અમદાવાદ : છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગનો આતંક, લૂંટના બે બનાવ, બેંક મેનેજર લૂંટાયા

અમદાવાદ : શહેરમાં છરીની અણીએ લૂંટ કરતી ગેંગ નો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સરખેજ અને સેટેલાઇટમાં આવા બે બનાવો સામે આવતા પોલીસ (Police) દોડતી થઈ છે. આ બંને બનાવમાં એક સ્કૂટર અને કાર તેમજ રોકડની લૂંટ ચલાવવામાં આવી છે. જેમાં સેન્ટિંગનું કામ કરતા વ્યક્તિ તેમજ એક્સિસ બેંકના મેનેજરને લૂંટી લેવામાં આવ્યા છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો સાણંદ એક્સિસ બેંક બ્રાંચના મેનેજરને છરી બતાવી લૂંટ કરવામાં આવી છે. મેનેજર ગુરુદત્ત શર્મા નોકરી પૂર્ણ કરીને શાંતિપૂરા સર્કલથી એસ.પી.રીંગ રોડ પર જઈ રહ્યા હતા. આ સમયે એપલવૂડ સામે સર્વિસ રોડ પર નંબર પ્લેટ વગરના એક્ટિવા ચાલકે તેમની કાર ઓવર ટેક કરી ગાડી રોકી હતી. જે સાથે વ્યક્તિ કહેવા લાગ્યો હતો કે તમે મારી એક્ટિવા સાથે અકસ્માત સર્જ્યો છે. આવું કહીને ફરિયાદીને ગાડીમાંથી બહાર કાઢી ચાવી લઇ લીધી હતી.

જે બાદમાં ગાડી ચાલકને કહ્યું હતું કે, મારા પપ્પાની દુકાન અહીં નજીકમાં જ છે ચાલો ત્યાં જઈએ. આવું કહીને ફરિયાદીને એપલવૂડ નજીકની ગલીમાં લઈ ગયો હતો અને અંધારાનો ગેરલાભ લઈને ફરિયાદીને છરી બતાવી ધમકી આપીને તેના પર્સમાં રહેલા રૂપિયા 2000 લઈ લીધા હતા. જે બાદમાં ફરિયાદીને ત્યાં જ મૂકીને એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો. ફરિયાદી ચાલતાં ચાલતાં તેમની ગાડી પાર્ક કરી હતી ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે આરોપી પોતાનું એક્ટિવા સાઇડમાં પાર્ક કરીને કાર લઈને ફરાર થઈ ગયો હતો.

બીજા એક બનાવમાં સેટેલાઇટ વિસ્તારમાં શિવાલિક શિલ્પ પાસે ધ નોર્થ કંસ્ટ્રક્સન સાઇટ પર સેન્ટિંગનું કામ કરતા દીનાનાથ ગુપ્તા તેમના કામદારને વેજલપુર ખાતે મૂકીને પરત સાઇટ પર ફરતા હતા તે દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે તું એક્ટિવા કેમ આ રીતે ચલાવે છે? આવું કહીને તેમને મનફાવે તેમ બોલાવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ તેને આમ ન કરવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને આ શખ્સે છરી કાઢીને ફરિયાદીને ધમકાવતા ફરિયાદી ગભરાઈને એકટિવા મૂકી ફરાર થઈ ગયા હતા.

Related Articles

Back to top button