દહેગામ બજારમાં કોરોના મહામારીમાં દશામાંના વ્રતની મુર્તિઓ ધૂમ વેંચાઇ, વેપારી-ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનના લીરેલીરા ઉડાવ્યા.
Anil Makwana
દહેગામ
રીપોટર – આર.જે.રાઠોડ.
દહેગામ શહેરમાં કોરોના સક્રમણમાં વિશ્ર્વમાં હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતના જિલ્લા – તાલુકામાં કોરોના સક્રમણના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે કોરોના સક્રમણ વાઇરસ અંગે ભારત દેશમાં લોકડાઉનમાં માસ્ક ફરજીયાત પહેરવું તેવી જાહેરાત કરવામાં આવી છે તેમજ સોશિયલ ડિસ્ટન્સન જાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં કાયદો અને વ્યવસ્થા ન જાળવવા તેવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ તેમજ ૧૪૪. હેઠળ જાહેરમાં ટોળું એકઠું થાય તેવા લોકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારત દેશમાં ધાર્મિકતા પર રોક લગાવી દેવામાં આવેલ હતો.
મંદિરોમાં પણ તાળાં લગાવી દેવામાં આવ્યા હતા. હાલમાં પણ કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધી રહ્યા હોય ત્યારે દહેગામમાં દશામાંના વ્રતની મુર્તિઓ ધૂમ વેંચાઇ મુર્તિઓ ખરીદી કરનારા લોકો અને મુર્તિઓ વેચનારા વેપારીઓને છુટછાટ આપવામાં આવી હોય તેમ દહેગામના બજારમાં ભારે ભીંડ જામી હતી અને સોશિયલ ડિસ્ટન્સનના લીરેલીરા ઉડ્યા હતા. સરકારી તંત્રને અને સત્તાધીસો પણ અજાણ્યા થઇ ગયા હોય તેમ બજારમાં પગ મૂકવાની જગ્યા મળવી મુશ્કેલ હતી લોકો કોરોના સક્રમણને ભૂલી ગયા હોય તેમ કાયદાના અમલને નેવે મુકી દીધો હોય તેમ લોકો દશામાંની મુર્તિઓ ખરીદવા લોકો ઉમટી પડયા હતા. કોરોના સક્રમણમાં વાહન ચાલકો માસ્ક ન પહેરે તેવાં લોકોને ૨૦૦. રૂપિયા દંડ વસુલવામાં આવે છે. જ્યારે બજારમાં ભીંડ જામવાના મુદ્દે કોઇ કાયદો અને વ્યવસ્થા નિયમન જાળવવા તંત્ર નિષ્ફળ નિવડ્યું હતું. તેવી નગરજનોના મુખે ચર્ચાય રહ્યું છે.