गुजरात

અમદાવાદ : મોટેરા ડી-માર્ટ સામે આવેલા બિલ્ડિંગમાં લાગી આગ, 12થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે

અમદાવાદ : મોટેરામાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ આગ (fire) લાગવાની ઘટના બની છે. મોટેરામાં આવેલા ડી માર્ટ મોલની સામેની પેલાડિયમ બિલ્ડિંગની બે દુકાનોમાં આગ લાગી છે. 12થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કોમ્પલેક્ષની ફાયર સેફ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી આગ વધુ ફેલાઇ નથી. પરંતુ બંન્ને દુકાન 417 અને 418 નંબરની દુકાનોમાં રહેલો બધો જ સામાન બળીને ખાખ થઇ ગયો છે.

Related Articles

Back to top button