આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદ તાલુકાના સરભાણ ગામ માં ગાયો, ભેંસો ચરાવવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ખેતરમાં ગાયો ઘૂસી આવતા બોલાચાલી બાદ મામલો વધુ બિચક્યો હતો. માવજી ભાઈ રબારીની ગાયો નીણમ ગામ નજીક નહેર વાળા ખેતરમાં ઘુસી ગઈ હતી જેને લઇને મહંમદ સીંધી અને સલીમ સિંધીની માવજી રબારી સાથે બોલાચાલી થઈ હતી જે બાદ માવજી રબારીનો દીકરો દીપક પોતાના સાથે ફળિયાના બે વ્યક્તિ ગોવિંદ રબારી અને છીતા રબારીને લઈને ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં સિંધા પરિવારના પાંચ જેટલા ઈસમો ભાલો, ધારિયા અને લાકડીના સપાટા સહિતના મારક હથિયારો સાથે આવી એલફેલ બોલવા લાગ્યા હતા. તમે રબારીઓ દાદા થઈ ગયા છો તેમ કહી ઝગડો કરતા હથીયરો વડે હુમલો કર્યો હતો જેમાં સાત જેટલા લોકો જૂથ અથડામણમાં ઘાયલ થયા હતા. જે પૈકી માથાના ભાગે ફટકા વાગતા ત્રણ ની હાલત ગંભીર છે. તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા ને વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આમોદ પોલીસે સમગ્ર ઘટના અંગે રાયોટિંગ નો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.