गुजरात

આમોદ તાલુકાના માતર ગામની સીમમાં વીજ કરન્ટથી 3 અબોલ પશુઓ ના મોત બે ગાયો અને એક ભેંસનું મોત નીપજ્તા પશુ પાલકો રોષે ભરાયા.

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ સીમમાં અબોલ પશુઓ પાણી પીવા માટે ગયા હતા ત્યારે ત્યાંથી D.G.V.C.L.ની પસાર થઈ રહેલ લાઈન માંથી વીજ કરંટ ઉતરતા બે ગાયો અને એક ભેંસનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પશુ પાણી પી રહ્યા હતા ત્યાંથી જ વીજ લાઈન પસાર થાય છે

જેમાંથી કરંટ ઉતરતા ત્રણ પશુઓને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ બે ગાયો અને એક ભેંસ ઘટના સ્થળે ઢળી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે આમોદ GEB ઓફિસની ગંભીર બેદરકારીની વારંવાર લોકમુખે બુમો ઉઠી રહી છે અગાઉ પણ આમોદ GEB ની બેદરકારી કારણે આછોદ માં પણ ઇદગાહ પાસે તળાવની પાર પાસે આવેલ ઠાભલા પાસે જમીન ઉપર કરંટ ઉતરવાની ચર્ચા એ ત્યાંના સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ દીધો હતો .

વારંવાર આમોદ GEB ઓફિસ ઉપર લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવે છે તેમ છતાં તે રજૂઆતો ને ધ્યાન પર લેવામાં આવતી નથી અને ફોન ઉપર વાત કરવામાં આવે છે તો તેઓ ફોન ઉપર યોગ્ય જવાબ પણ મળતો નથી અને કેટલી વખત તો ફોન પણ ઉપાડવામાં આવતો નથી આજે આ અબોલ પશુઓની ઘટના ની જાણ માટે G.E.B. વિભાગમાં ટેલીફોનીક વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે ત્યાં માટી નો ઢગલો હતો તેના ઉપર પશુઓ ચારો ચરવા માટે ચઢયા હતા જેથી ઢગલા ઉપર ચઢેલ પશુઓ ઉપરથી પસાર થઈ રહેલ વિજ જોડાણ ની લાઈન ના તાર આ અબોલ પશુઓ સાથે અડી જતાં તેમને કરંટ લાગતા આ અબોલ પશુઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ સમગ્ર ઘટના ની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના નો તાળ મેળવ્યો હતો

Related Articles

Back to top button