કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામની સિમમાં પાણીમાં રસ્તો હોય તેવું લાગી રહ્યું છે ખેડુતો ખેતરે જવા માટે પાંચ ફુટથી વધું પાણીમાંથી પગપાળા પસાર થઇ રહ્યા છે
વાહન વ્યવહાર બંધ છે લાગતા વળગતા તંત્રને મૌખિક રજુઆત કરી હોવા છતાં પ્રશ્ન હલ ન થતાં ખેડુતો ભોગવી રહયાછે ભારે હાલાકી
જૂનાગઢ
રીપોટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામની સિમમાં આશરે પચ્ચીસથી વધુ ખેડુતોના વાડીએ જવા માટેના જાહેર માર્ગમાં એક ખેતરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ખેતરોમાંથી આવતા વરસાદી પાણી
રસ્તામાં પાણી ભરાતા પાણીમાં રસ્તો હોય તેવું લાગી રહ્યુ છે છેલ્લાં એક મહીનાથી આજુબાજુ માં રહેતા આશરે પચ્ચીસથી વધુ ખેડુતોએ પોતાના ઘરે જવા માટે પાંચ ફુટથી વધું ઉંડા પાણીમાંથી પસાર થવું પડેછે પશુઓ માટે ઘાંસચારો પણ પાણીમાંથી ખેડુતો પગપાળા પસાર થઈ રહયાછે તો કોઈ ખેડુતો ના છુટકે
બળદ ગાડા પણ જીવના જોખમે પસાર કરી રહયાછે
મોટી ઘંસારીથી નુનારડા તરફ જતા રોડની બાજુમાં આવેલ ખેતરોના સેઢે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની ગટર બનાવેલીછે પણ એક ખેડુત દ્વારા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી અન્ય ખેતરોનું વરસાદી પાણીનો ભરાવો થતાં જાહેર માર્ગમાં ભરાતા ખેડુતો છેલ્લાં એક મહિનાથી પાણીમાંથી પગપાળા પસાર થઈ રહયાછે પાણીના નિકાલ બાબતે રસ્તાના પ્રશ્ને ખેડુતો દ્વારા લાગતા વળગતા તંત્રને મૌખિક રજુઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં ન આવતાં ખેડુતો ભારે હાલાકી ભોગવી રહયાછે ત્યારે રસ્તાની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં તંત્ર ક્યારે જાગશે તેવી ખેડુતો રાહ જોઈ રહયાછે