જુનાગઢ મહાનગરપાલિકા ના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી ઉતર્યા હડતાલ પર,પગાર વધારાની માંગ સાથે
Anil Makwana
જૂનાગઢ
રીપોટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
શહેરના વિવિધ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન લઇને કચરો લેવા આવતા કર્મચારીઓ ૨૦ ટકા પગાર વધારાની માંગ સાથે આજરોજ સવારથી જ હાજીયાણીબાગ ખાતે પોતાના વાહનો બંધ કરી હડતાલ પર ઉતરેલ હતા હાલ કોરોના ની મહામારી માં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવો જીવના જોખમે તે પણ નજીવા પગારે અને પગાર પણ સમયસર ન મળતો હોય તયારે આજે સવારે તમામ કર્મચારી વાહનો બંધ કરી હાજીયાણીબાગ ખાતે હડતાલ પર ઉતરેલ હતા તયાર બાદ મહાનગરપાલિકા ના અધિકારી અતુલભાઇ મકવાણા આવેલ અને મધ્યસ્થ ગિરિ કરી મામલો થાળે પાડેલ પરંતુ કર્મચારી પગાર વધારાની માંગ ને લઇ અડગ હોય તયારે આ સમગ્ર કામગીરી સંભાળતા ઠેકેદાર વિજેન્દ્રસિહે ઉપલી કક્ષા અે વાત ચીત કરી કર્મચારી ની ૨૦ ટકા પગાર વધારાની માંગણી સ્વિકારી હતી અને કર્મચારીઓ પોતાના વાહનો લઇ ફરી કામે ગયેલ હતા કર્મચારી ના નેતા પ્રકાશભાઇ બાબુભાઇ રાઠોડ ગોવિંદભાઇ દાફડા વિજયભાઇ રાઠોડે ભારે જહેમત ઉઠાવી પ્રશ્નનો હલ કરેલ હતો.