गुजरात

ભાવનગર ના પાલીતાણા મા ભૂ-માફીયાઓ તરફથી ખોટા દસ્તાવેજો બનાવી ને સરકાર ને મૂર્ખ બનાવવાનું એક મસમોટું કોભાંડ બહાર આવ્યું

Anil Makwana

ભાવનગર

ભાવનગર ના પાલીતાણા મા ભૂ – માફીયાઓ તરફથી ખોટા દસ્તાવેજો બનાવી ને સરકાર ને મૂર્ખ બનાવવાનું એક મોટું કોભાંડ બહાર પાડતા એડવોકેટ પ્રશાંત ચાવડા ના માધ્યમ થી નામદાર ગુજરાત હાઇકોર્ટ મા ગુજરાત રાજ્યના તમામ પ્રકાર ની જમીન ના પ્રશ્નોની એક PIL દાખલ કરવામાં આવશે.

પાલીતાણા ના સામાજિક કાર્યકર્તા અને RTI કાર્યકર્તા દ્વારા માહિતી આપવામાં આવેલ છે . જીવાપુરા ગામ પાલીતાણા સર્વે નંબર 495/3 મા અમુક અસમાજિક તત્વો તરફથી જાલી દસ્તાવેજ બનાવવામાં આવેલા છે જેમાં 50 રૂપિયા ના સ્ટેમ્પ પેપર મા બનાવટી બક્ષિસ કરાર બનાવીને નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અરવિંદભાઈ શાહ તેમજ એમના મળતીયાઓ માધ્યમ થી આવી જમીનો નું ભૂમિ ગ્રહણ કરે છે. જેમાં ઉપયોગમાં લેવામાં આવેલ સ્ટેમ્પ પેપર ઉપર કોઈ પ્રકાર ની નોટરાઈઝ કરવામાં આવેલ છે નહિ અને રૂ 75,00,000 સુધીની અંદાજિત ગિફ્ટ ડીડ કરવામાં આવેલ છે જેની જાણકારી જીવાપુરા ગ્રામ પંચાયત ને પણ આજ દિન સુધી કોઈ રજૂઆત કરેલ છે અને જિલ્લા કલેકટર શ્રી ને પણ ગ્રામપંચાયત તરફથી જાણ કરવામાં આવેલ છે આથી આ વસ્તુ સચોટ રીત કહી શકાય કે સરકારી જમીન ઉપર આવા ભૂ – માફીયાઓ અધિગ્રહણ કરીને સરકારી જમીન પડાવી લેવાની મનસાઓ રાખીને બેઠા હોય છે આવા જમીન અધિગ્રહણ કરાવનાર વ્યક્તિ ઉપર IPC 467 , 468 ,464, 441,470, 120(B) અંતર્ગત ગુનો નોધવા બાબતે અરજી પાલીતાણા ટાઉન પુલિયા સ્ટેશન મા આપવામાં આવેલ છે . અને ગુજરાત ના ઉચ્ચ અધિકારો ને પણ જાણવાજોગ અરજી આપવામાં આવી છે ન્યાય નહિ મળે તો અરજદાર ગુજરાત હાઇકોર્ટ જવા માટે તૈયાર છે. તેમજ તે બાબતે જરૂરી આધાર પુરાવા નામદાર કોટ સમક્ષ રજૂ કરવામાં આવશે

Related Articles

Back to top button