સુરત : ‘હું તારી સાથે જ રહીશ તારે મને રાખવો છે કે નહીં?’ માતા-પુત્રીને ચાકુના ઘા ઝીંકી યુવક ફરાર
સુરત : સુરત શહેરમાં દિનપ્રતિદિન ગંભીર ઘટનાઓ ઘટી રહી છે. સુરતનો ક્રાઇમ દર અચનાક વધી ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન શહેરના કતારગામ વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતી એક મહિલા જે વ્યવસાયે સિક્યોરિટી ગાર્ડ છે તેના ઘરે અમદાવાદથી આવેલા એક યુવકે તારે મને રાખવો છે કે નહીં? કહી અને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. મહિલા પોતાની 16 વર્ષીય પુત્રી સાથે એકલવાયુ જીવન પસાર કરી રહી છે ત્યારે યુવકે મહિલાને બચાવવા પડેલી પુત્રીને પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. યુવક માતા-પુત્રી પર હુમલો કરીને ફરાર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરની વતની અને હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ બહુચરનગર સોસાયટી ઘર નં.177 માં ત્રણ બાળકો ની માતા એવી ભાવના કાંતિભાઈ સોલંકી 16 વર્ષીય પુત્રી ખુશી અને 13 વર્ષીય પુત્ર ધ્રુવ સાથે સાથે રહે છે અને ઘર નજીક આવેલ વેડરોડની પ્રાણનાથ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.