गुजरात

ભોજન કરી રહેલા પરિવાર પર 3 મહિલા સહિત 15 લોકોનો હુમલો, મહિલાનું મોત | 15 people including 3 women attacked a family having dinner woman dies



– મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર

– પાળીયાદ પોલીસે ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં

ભાવનગર : બોટાદના તુરખા ગામે રહેતા પરિવાર વાડીએથી કામ પૂર્ણ કરી ઘરે ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન આજ ગામના જૂની અદાવતની દાજ રાખી હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડયા હતા.અને બે મહિલા સહિત ચાર લોકોને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં વૃધ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું.

બોટાદ તાલુકાના તુરખા ગામે રહેતા ધનજીભાઈ લાખાભાઈ પરમારને આજ ગામે રહેતા નાગજી ખોડાભાઈ સાગઠીયા સાથે સગીરાને ભગાડી જવાના મામલે બોલા ચાલી માથાકૂટ થઈ હતી.જેની દાજ રાખી કુલદીપ નાગજીભાઇ સાગઠીયા ,નાગજી ખોડાભાઇ સાગઠીયા, ભગી ફુલભાઇ ધાધલ,સુરેશ ફુલભાઇ ધાંધલ,દિલીપ પ્રતાપભાઇ ખાચર,નરેન્દ્ર મંગાભાઇ સાગઠીયા,પંકજ મંગાભાઇ સાગઠીયા,બીપીન ભરતભાઇ સાગઠીયા ,નાગજી ખોડાભાઇ ના પત્ની ,કુલદીપ નાગજીભાઇના પત્ની ,બાબુ ખોડાભાઇના પત્ની ,દિપક બાબુભાઇ સાગઠીયા ,બીપીન દાનાભાઇ સાગઠીયા અને બે અજાણ્યા ઇસમો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને ભોજન કરી રહેલા ધનજીભાઈ લાખાભાઈ પરમાર,મહેશભાઈ પરમાર, નાનીબેન લાખાભાઈ પરમાર અને પરિવારના સભ્યો પર હથિયારો વડે તૂટી પડયા હતા.અને ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.પરિવારના ધનજીભાઈ ,નાનીબેન મહેશભાઈ સહિત એક મહિલાને ઇજાગ્રસ હાલતે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા.જ્યાં નાનીબેન પરમારનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે ધનજીભાઈએ ત્રણ મહિલા સહિત ૧૫ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તદુપરાંત  હત્યારાઓને ઝડપી લેવાની માંગ સાથે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે.



Source link

Related Articles

Back to top button