गुजरात

સામાજીક એકતા જાગૃતિ મિશન ના પ્રભારી સુશ્રી ભાવનાબેન રાઠોડ ના નેતૃત્વ માં ગીર સોમનાથ કલેકટર સમક્ષ ગેરબંધારણીય પરીપત્ર રદ્દ કરવા રજૂઆત કરવામાં આવી..

Anil Makwana

ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લા ના કલેકટર ને સંબોધી અને લખેલા આવેદનપત્ર માં ભાવનાબેન રાઠોડે જણાવ્યું કે ગત તારીખ 01/08/2018 ના દિવસે ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરીપત્ર બનાવવામાં આવ્યો છે. આ પરીપત્ર રાજય સરકાર દ્વારા પસાર કરાયેલા મહિલા અનામત કાયદા ની સ્પષ્ટતા બાબતે બનાવવામાં આવ્યો છે. આ પરીપત્ર ભારત ના બંધારણ ના અનુચ્છેદ 15(4) અને 16(4) થી તદ્દન વિસંગત અને એકબીજા ના વિરુધ્ધ માં છે. ભારત દેશ તમામ જાતિ અને ધર્મ ના લોકો થી બનેલો દેશ છે. આપણા દેશ માં જે સમુદાય ના લોકો ને હજારો વર્ષો થી શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્ર રાખવાથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેવા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગ ના કરોડો લોકો ને બંધારણ ના ધડવૈયાઓએ ખાસ કિસ્સા માં પ્રતિનિધિત્વ આપવા માટે નોકરી, શિક્ષણ, રાજનીતી, તથા પ્રમોશન માં અનામત ની વ્યવસ્થા કરેલ છે. ગુજરાત માં અનુસુચિત જાતિ ની વસ્તી 50 લાખ છે, અનુસુચિત જનજાતિ ની વસ્તી 1 કરોડ છે અને બક્ષીપંચ સમાજ ની વસ્તી 3 કરોડ થી પણ વધુ છે. આમ ગુજરાત માં કુલ 4.5 કરોડ થી પણ વધુ લોકો અનામત થી સીધા સંબંધિત છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પસાર કરવામાં આવેલ આ ગેર બંધારણીય પરીપત્ર અનુસાર અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમુદાય ની કોઇપણ મહિલા રાજય સરકાર દ્વારા લેવામાં આવતી કોઇપણ નોકરી માટેની પરીક્ષા માં પ્રથમ ક્રમાંક પર આવે તો પણ તેણીની ને જે-તે કેટેગરી પર જ સીમિત કરી દેવામાં આવશે. આ પરીપત્ર તદન ગેરબંધારણીય તેમજ સમાનતા ના સિદ્ધાંત ની વિરુદ્ધ છે. વર્ષ 2018 પછીની તમામ ભરતી પ્રકીયાઓમા આ ગેરબંધારણીય પરીપત્ર ના લીધે રાજય ના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમુદાય ના કરોડો લોકો ને અન્યાય થઇ રહ્યો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વર્ગ-1 તથા વર્ગ-2 ની જગ્યાઓ પર અસંખ્ય યુવક અને યુવતીઓને આ ગેરબંધારણીય પરીપત્ર થી નુકશાન થયું છે. વર્ગ-3 ના ક્લાર્ક ની પરીક્ષા માં પણ વંચિત સમુદાય ની દિકરીઓને જાણી જોઇને અન્યાય કરવામાં આવ્યો છે.ભારત ના બંધારણ ના અનુચ્છેદ 15(4) તથા 16(4) માં વંચિત સમુદાય ના લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અધિકારો મુળભુત અધિકારો ની શ્રેણી માં આવે છે. આ તમામ અધિકારો આપાતકાલિન પરિસ્થિતિ માં પણ યથાવત રહે છે.‌ આમ છતાં ગુજરાત સરકાર ની જાતિવાદી નીતિ ના કારણે વંચિત સમુદાય ના કરોડો યુવાનો અને યુવતીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આ બાબતે અમોએ ભુતકાળ માં રાજય ના મુખ્ય સચિવ સહિત ના તમામ જવાબદાર અધિકારીઓને રજુઆત કરેલ હતી. તેમ છતાં પ્રસાશન દ્વારા કોઇ જ નકકર પગલાં લેવામાં આવ્યા નથી. રાજય ના મુખ્યમંત્રી ને પણ આ બાબતે અસંખ્ય લેખીત અને મૌખીક રજુઆતો કરેલી છે. પરંતુ મુખ્યમંત્રી પણ પોતે વંચિત સમુદાય ના હિતો નું રક્ષણ કરવા માંગતા નથી.આ આવેદન પત્ર ના માધ્યમ થી કલેકટરશ્રી ને જણાવ્યું કે જો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પસાર કરવામાં આવેલ 01/08/2018 ના ગેરબંધારણીય પરીપત્ર ને આગામી તારીખ 15/08/2020 સુધી માં રદ્દ કરવામાં નહીં આવે અને વંચિત સમુદાય ના લોકો ને ન્યાય આપવામાં નહીં આવે તો સામાજીક એકતા જાગૃતિ મિશન ના 30,000 થી વધુ કાર્યકર્તાઓ રાજ્ય ના તમામ જીલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં ઉગ્ર આંદોલન કરશે. આ રાજ્યવ્યાપી આંદોલન ની તમામ જવાબદારી પોલીસ, પ્રશાસન અને સરકાર ની રહેશે..!!

Related Articles

Back to top button