गुजरात
અનુસુચિત જાતિ ના ખાતેદારો ની જમીન રિગ્રાન્ટ કરવા કચ્છ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું
ડુમરા તા.અબડાસા ની 12 ખાતેદારો ની જમીનો ના કબ્જા સુપરત કરવામાં આવે એવી માંગ
ભુજ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
આજે જિલ્લા કલેક્ટર કચ્છ મારફતે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખારડીયા તા.નખત્રાણા ની 25 જેટલા અનુ.જાતિ ના ખાતેદારો ની જમીન રિગ્રાન્ટ કરવા અને ડુમરા તા.અબડાસા ની 12 ખાતેદારો ની જમીનો ના કબ્જા સુપરત કરવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા અને તાલુકા ની કારોબારી તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા.