गुजरात

4200 ગ્રેડ પે : સરકાર પાસે ‘હક્ક’ માંગી રહેલા શિક્ષકોનો આજે ‘બ્લેક ફ્રાઇડે’, વિરોધનો ઉકળતો ચરૂ

અમદાવાદ : રાજ્યમાં સરકારી શિક્ષકો દ્વારા ચાલી રહેલા #4200 ગ્રેડ પે આંદોલન આજે રાજ્યના શિક્ષકો દ્વારા black friday ડે તરીકે વિરોધ કરવામાં આવી રહ્યો છે શિક્ષકો કાળા કપડાં પહેરી આ વિરોધ કરી રહ્યા છે છે વિરોધ કરી રહ્યા છે છે આ પહેલા શિક્ષકો દ્વારા ઓનલાઈન કેમ્પઈન કરી રાજ્ય સરકારની વર્ષે 2010 પછી ભરતી થયેલા શિક્ષકો માટે ગ્રેડ પે આપવાની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદ પ્રતીક ઉપવાસ અને હવે કાળા કપડાં પહેરી વિરોધ કરી રહ્યા છે.

આજના દિવસે કાળા કપડાં પહેરી વિરોધ કરનાર શિક્ષકોએ જણાવ્યું હતું કે અમે 4200 ગ્રેડ પે વધારાનો નથી માંગતા, પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994 થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ 2019 માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે.

Related Articles

Back to top button