गुजरात
સુરતના સચિન વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ધીંગાણું, તલવારો ઉડી, બે ગાડી સળગી
સુરત : શહેરના સચિન વિસ્તાર માં આવેલા સુડા આવાસમાં ગેરેજ સામે ગાડી પાર્ક કરવાને લઈને થયેલા ઝઘડાની અદાવતમાં ગતરોજ કેટલાક યુવાનો પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ દરમિયાન બે ગાડી સળગાવી દેવામાં આવતા વિસ્તારમાં અફડાતફડી મચી હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરી છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલા સાંઈ સુડા આવાસમાં રાત્રે 10 વાગતાની સાથે હંગામો મચી જવા પામ્યો હતો. અહીંયા રહેતા એક યુવાને ગેરેજ સામે પોતાની બાઈક પાર્ક કરી હતી. જેને લઈને ગેરેજવાળાએ યુવાનને બોલાવીને એક લાફો મારી દીધો હતો. જે બાદમાં હંગામો મચી ગયો હતો. માર ખાનાર યુવાને પોતાના મિત્ર કરણને બોલાવ્યો હતો. જેણે ગેરેજવાળાને બબાલ બાદ સમાધાન કરવાના નામે બોલાવીને તેના પર તલવારથી હુમલો કર્યો હતો.