गुजरात
ઉનામાં ટ્યુશન ક્લાસમાં જતાં 11 વર્ષના બાળકને શિક્ષિકાના કયા સગાએ લગાડ્યો કોરોનાનો ચેપ?
ઉનાઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ, રાજ્યમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. સ્કૂલ-કોલેજે અને ટ્યૂશન ક્લાસિસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, ઓનલાઇન શિક્ષણ પર પ્રતિબંધ લગાવાયો નથી. ત્યારે ઉનામાં પ્રતિબંધ છતાં ટ્યુશન ક્લાસિસ ચલાવાતું હોવાનું સામે આવ્યું છે. ટ્યુશન ક્લાસિસમાં જતાં 11 વર્ષના બાળકને કોરોના થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
ટ્યુશન ક્લાસિસ ચલાવતી મહિલાનો ભાઈ બહારથી ટ્રાવેલિંગ કરી આવ્યો હતો અને તેને કોરોના પોઝિટિવ હતો. આ મહિલાના ઘરે બાળક ટ્યુશન ક્લાસિસમાં જતો હોય, બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. પોલીસે ટ્યુશન કલાસીસ ચલાવનાર મહલા વિરુદ્ધ એફઆરઆઈ નોંધી છે. ખુદ.પોલીસ ફરિયાદી બની છે.